ગાંધીનગર(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતો હોય છે. તેવામાં ગાંધીનગરના સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. ગાંધીનગર(Gandhinagar)ના એસ.જી હાઇવે(S.G. Highway) પર આવેલા સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિર(Vaishnodevi temple)માં બુકાની ધારી તસ્કર(Thief) મંદિરની ગુફા સહિતમાં ફરીને ચાંદીના આભૂષણો મળીને કુલ રૂપિયા 3.86 લાખની ચોરી કરી ત્યાંથી ભાગી ગયો હતો. જેના CCTV ફુટેજ પણ સામે આવ્યાં છે. હમેશાં વૈષ્ણોદેવી વિસ્તાર ભરચક રહેતો હોય છે છતાં આ તસ્કરે મંદિરમાં ચોરી કરીને પોલીસ સામે પડકાર ફેંકીને ત્યાંથી ભાગી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.
મળતી માહિતી મુજબ, શુક્રવારે મધરાત્રે તસ્કરે ગાંધીનગરના અડાલજ પોલીસ મથકના વિસ્તારમાં આવેલા એસ જી હાઇવે પરના સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી મંદિરમા ચોરીને અંજામ આપ્યો હતો. જેને કારણે ભાવિ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.
મંદિરના ટ્રસ્ટી મૂકેશભાઈ વર્માની ફરિયાદ અનુસાર, આ બનાવની જાણ થતાં જ તેઓ તાત્કાલિક મંદિરે પહોંચી હય હતા. જ્યાં મંદિરના મુખ્ય ગર્ભ ગૃહનાં દરવાજાનો નકુચો તોડી બુકાની ધારી તસ્કર માતાજી આગળ મુકેલી 6 ચાંદીના યંત્રની કિમંત 1. 80 લાખ રૂપિયા, 8 ચાંદીની પાદુકા જેની કિંમત 1. 92 લાખ રૂપિયા, ચાંદીનું ચુર જેની કિંમત 12 હજાર રૂપિયા મળીને કુલ 3.86 લાખની મત્તા ચોરી કરી ત્યાંથી ભાગી ગયો હતો.
જેનાં કારણે તેમણે મંદિરના CCTV ફૂટેજની તપસ કરતા મોઢે રૂમાલ બાંધેલો તસ્કર મંદિરની ભૂલ ભૂલૈયા ગુફા સહિત અન્ય જગ્યાએ ફરી રહ્યો હતો. એટલું જ નહીં, માતાજીના ચાંદીના યંત્ર અને પાદુકા સહિત 3. 86 લાખ રૂપિયાનો માળી ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અડાલજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તે દરમિયાન અત્રેનું સર્કલ ટ્રાફિકથી ભરચક રહેતો હોવાથી ત્યાં રાત દિવસ પોલીસ તૈનાત જ હોય છે. એટલું જ નહીં, પીસીઆર વાન પણ ત્યાં આંટા ફેરા મારતી રહેતી હોય છે. તેમ છતાં તસ્કર ચોરી કરીને ભાગી જવામાં સફળતા મળી હતી. જેથી પોલીસની સઘન પ્રેટ્રોલીંગની પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.