ગુજરાતમાં વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા: હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા, જાણો વિગતે

Announcement Of Two More Municipalities: ગુજરાતમાં વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો(Announcement Of Two More Municipalities) દરજ્જો આપવામાં આવશે. આજે વિધાનસભાગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. ત્યારે પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો.

બજેટ રજૂ કરતા સમયે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અવની કરી હતી જાહેરાત
અગાઉ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જો મળે તે માટે પંકજભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂઆત કરી હતી જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને જાહેરાત કરવામાં આવી હતી.

રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે
ઉલ્લેખનીય છે કે નડિયાદ સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં પ્રાધાન્ય અપાયું છે. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરતા વિકાસના દ્વાર ખુલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરતા પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. અગાઉ આણંદને મહાનગરપાલિકા જાહેર કરાઈ હતી. આ સાથે જ રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે.

નાણામંત્રી કનુ દેસાઈએ આપી પોતાની પ્રતિક્રિયા
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી વિકાસ માટે પાણી, રસ્તાઓ, સુએઝ જેવી માળખાકીય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. અમારી સરકાર શહેરામાં પ્રદૂષણ નિયંત્રણ અને પ્રાકૃતિક આપદાઓના પડકારો ઝીલી સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં આગળ વધે છે. શહેરોમાં સાંસ્કૃતિક ધરોહર અને લોકોના આમોદપ્રમોદ માટે પણ અગત્યના સ્થાને હોઈ, સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી નવતર કામો હાથ ધરવામાં આવશે. સુશાસન થકી શહેરી વ્યવસ્થાપનમાં ટેક્નોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના માટે અમારી સરકાર પગલાં લેશે.

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ૧૨,૧૩૮ કરોડની જોગવાઇ
૧૫માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે ૨૬૦૦ કરોડ ઉપરાંતની જોગવાઈ.
ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે ૯૭૪ કરોડની જોગવાઈ.
નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી.