Rajya Sabha Elections: રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. મંગળવારે (20 ફેબ્રુઆરી) નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો કોઈ ઉમેદવાર(Rajya Sabha Elections) પોતાનું નામ પાછું નહીં ખેંચે તો 27મીએ ત્રણ રાજ્યોમાં મતદાન થશે. તે જ સમયે, 12 રાજ્યોમાંથી 41 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ પહોંચશે.
કયા રાજ્યમાં રાજ્યસભાની કેટલી બેઠકો ખાલી પડી રહી છે? જ્યાં મતદાન થયું ત્યાં પરિણામ ક્યારે આવશે? જે બેઠકો ખાલી થઈ રહી છે તેમાં હાલમાં કઈ પાર્ટી પાસે કેટલી બેઠકો છે? ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠકો મેળવી શકે? ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યસભાની સ્થિતિ શું રહેશે? ચાલો સમજીએ…
આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. અત્રે જણાવીએ કે, રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થવાના છે. જે અનુસંધાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. સાથો સાથ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ્દ થયું છે. ત્યારે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કે, આવતીકાલે જીતની સત્તાવાર જાહેરાત કરાશે.
27 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી
થોડા દિવસ પહેલા ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે, જેના પર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. એમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે.
ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે કયા 4 નામ થયા છે જાહેર
ગુજરાતમાંથી ભાજપે યાદીમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વખતે ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું 2022નું શું આવ્યું હતું પરિણામ
ડિસેમ્બર 2022 ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતી હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) રાજ્યમાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી હતી. તો ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા 36 મત મેળવવા જરૂરી હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube