સુરતમાં મીની ગોવાની ઝાડીઓમાંથી બે પિતરાઈ બહેનની લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ

Surat News: સુરતના અલથાણ વિસ્તારમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે.જ્યાં એક નહિ પરંતુ બે યુવતીઓની(Surat News) લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે…

Surat News: સુરતના અલથાણ વિસ્તારમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે.જ્યાં એક નહિ પરંતુ બે યુવતીઓની(Surat News) લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યા હતા. બન્નેના શરીર ઉપર કેટલાક શંકાસ્પદ ઇજાના નિશાનો પણ મળી આવ્યા હતા.

બે પિતરાઈ બહેનની લાશ મળી આવતા ચકચાર
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ,વીઆઈપી રોડ ખાતે આવેલી અને મીની ગોવાની ઝાડી તરીકે જાણીતી જગ્યાએબે યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી.જે બાદ આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આ યુવતી અંગે ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે આ બંને યુવતીઓ પિતરાઈ બહેન છે અને તેની ઓળખ નીલમ રાજેશ વર્મા અને તેના કાકાની પુત્રી રોશની રાકેશ વર્મા તરીકે થઇ હતી.તેમજ ભગવાન મહાવી કોલેજમાં આવેલા ઝૂપડામાં રહેતી હતી.

આપઘાત પાછળનું કારણ અકબંધ
પોલીસે જણાવ્યું હતું કે, બન્ને પોતાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. બન્ને ઘરકામ કરતી હતી. ગઈકાલે કામ ઉપર ગઈ હતી અને પછી ઘરે પરત આવી નહોતી. અચાનક ક્યાંક ગુમ થઇ ગઈ હતી. પરિવારજનો બન્નેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આજે સવારે બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. બન્નેના શરીર ઉપર ઇજા અને નસ કાપવાના નિશાનો પણ મળી આવ્યા હતા. જોકે આ મામલો આપઘાતનો છે કે પછી અને કોઈ કારણ છે, તે જાણવા માટે બને મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ ઘટના અંગેની માહિતી પોસ્ટ માર્ટમ રિપોર્ટ આવ્યા સાચું કારણ જાણવા મળશે. પોલીસ આગળની તપાસ કરી રહી છે. અલથાણમાં ઝાડ સાથે પિતરાઈ બહેનોના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.