આજે આખી દુનિયા કોરોના વાયરસ સામે યુધ્ધ લડી રહી છે. ચીનના વુહાનથી શરૂ થયેલા આ વાયરસે આજે આખી દુનિયાના ઘણા દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. તેમજ 7000થી વધારે લોકોનું મોત આ વાયરસના કારણે થઈ ચૂક્યું છે. આ વચ્ચે 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂની યાદો તાજી થઈ ગઈ. આ ફ્લૂએ દુનિયામાં ભયંકર તબાહી મચાવી હતી. યુરોપથી શરૂ થયેલા આ વાયરસ એ પણ દુનિયાના ઘણા દેશો ને પોતાનો નિશાનો બનાવ્યો હતો. ભારત પણ તેમાંથી બાકાત ન રહ્યું હતું. આ ફ્લૂના કારણે ભારતમાં લગભગ બે કરોડ લોકોનું મૃત્યુ થયું હતું.તમને જાણીને નવાઈ લાગશે કે આ વાઇરસની ઝપેટમાં મહાત્મા ગાંધી પણ આવી ગયા હતા.ત્યારે ઘણા મહિનાઓ સુધી પથારીવશ રહેલા. મહાત્મા ગાંધીના સ્વાસ્થ્યને લઈને બધા ચિંતિત થઇ ગયા હતા. આવો તમને જણાવીએ કઇ રીતે આ મહામારીએ ભારતમાં પગપેસારો કર્યો હતો…
1918માં દુનિયામાં સ્પેનિશ ફ્લૂએ આતંક મચાવ્યો હતો. આ વાયરસ એ દુનિયાના ઘણા દેશોને પોતાના નિશાનો બનાવ્યા હતા.
ભારતમાં પણ આ વાયરસ એ કહેર વરસાવ્યો હતો. આ ફ્લૂની ઝપેટમાં આવી લગભગ બે કરોડ ભારતીયોનું મૃત્યુ થઈ ગયું હતું. ફ્લૂની ચપેટમાં ભારતમાં વધારે સંખ્યામાં મહિલાઓ આવી હતી. તેના પાછળનું કારણ હતું કે મહિલાઓ જ બીમાર પુરુષો ની સેવા કરતી હતી. એવામાં તેઓ સહેલાઈથી વાઇરસની ઝપેટમાં આવી ગઈ હતી.
ગુજરાતના સાબરમતી આશ્રમમાં રહેતા મહાત્મા ગાંધી અને ઘણા અન્ય લોકો પણ આ ખતરનાક ફ્લૂની ઝપેટમાં આવી ગયા હતા.
મહાત્મા ગાંધીની તબિયત આ ફ્લુના કારણે ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તેઓ ઘણા મહિનાઓ સુધી પથારીવશ રહ્યા હતા.તેમણે પોતાની સંપૂર્ણ આહાર શૈલી પ્રવાહી પર કરી નાખી હતી.
સમાચાર પત્રોમાં તેમના સ્વાસ્થ્યને લઇને ખૂબ સમાચારો છપાતાં હતાં.ઘણા સમય સુધી અન્ય લોકોથી અલગ રહ્યા બાદ ધીરે ધીરે તેમણે આ બીમારીમાંથી રિકવરી મેળવી હતી. આશ્રમમાં ફ્લૂથી પીડિત લોકોને તમામ લોકો થી દૂર રાખવામાં આવ્યા હતા.
સ્પેનીશ ફ્લૂના કારણે ભારતના મહાન કવિ નિરાલાના પત્ની અને ઘણા સંબંધીઓ નો જીવ ચાલ્યો ગયો હતો.તેમણે પોતાનું દુખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે આ મહામારીના કારણે તેમની આંખો સામે જ તમામ લોકો ગાયબ થઇ ગયા.
મહામારીની સ્થિતિ એટલી ભયંકર હતી કે ગંગા નદી લાશો થી ભરાઈ ચૂકી હતી. કારણ કે તે સમયે મૃત્યુ થવાથી ઘણા લોકો લાશોને નદીમાં વહાવી દેતા હતા.
મોતનો આંકડો એટલો વધારે હતો કે સ્મશાન ગૃહમાં લાકડાઓની અછત થઈ ગઈ હતી. ઘણા શહેરો આ ફ્લૂના કારણે હેરાન થઈ ગયા હતા.
BBC માં છપાયેલ એક ખબર અનુસાર, 1918માં આ ફ્લૂના કારણે ભારતમાં પ્રતિદિન 230 લોકોનું મૃત્યુ થઈ રહ્યું હતું. આ ફ્લૂએ ભારતમાં થોડા જ મહિનાઓમાં લગભગ બે કરોડ લોકોનો જીવ લઈ લીધો હતો.
આ ફ્લુનો કોઈ ઈલાજ ન મળી શક્યો હતો.સમયની સાથે સાથે લોકોના શરીર આ ફ્લૂ વિરુદ્ધ લડવામાં સક્ષમ થઈ ગયા. જેના બાદ ફ્લૂ પોતે જ તબાહી મચાવી ગાયબ થઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.