અહિયાં ત્રાટક્યો કોરોના: એક દિવસમાં જ 475ના મોતથી સમગ્ર દેશમાં હાહાકાર, જાણો વિગતે

કહેવાય છે કે ચીનના વુહાન માં કોરોનાનો જન્મ થયો હતો. પણ જેવી રીતે આ વાયરસે સમગ્ર ચીનમાં હાહાકાર મચાવી દીધો હતો, તેવી જ રીતે કોરોના વાયરસે દુનિયાના કોઇ ખૂણામાં જો ભયાનક તબાહી મચાવી હોય તો તે દેશ ઇટલી છે. લગભગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ ખતરનાક વાયરસ મોત બનીને ફરી રહ્યું છે. અને દિવસે-દિવસે ઇટલીમાં થનાર મોતનો આંકડો વાયુવેગે વધી રહ્યો છે. ઇટલીમાં અત્યાર સુધીમાં 35,713 કેસ સામેઆવી ચુક્યા છે અને 2,978 લોકોના મોત નીપજ્યા છે. બુધવારના રોજ અહીં 475 લોકોના મોત થયા છે. ઇટલીમાં કોરોના પીડિતોનો મૃત્યુદર એક મોટો સવાલ છે કે આખરે બાકી દેશોની તુલનામાં અહીંયા સ્થિતિ આટલી ગંભીર કેમ બની છે?

ઇરાનમાં મોટાભાગની વસતીમાં વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે.

આપણે જોઈએ તો કોરોના વાયરસની સૌથી વધુ અસર વૃદ્ધ લોકોને થઇ રહી છે અને “ધ ન્યૂયોર્ક ટાઇમ્સ” અનુસાર ઇટલીમાં 65 કે વધુ વર્ષના લોકોની સંખ્યા એક ચતુર્થાંશ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના લીધે મોટાભાગે 80 થી 100 વર્ષની ઉંમરની વચ્ચેના લોકોના મોત મોટાભાગે થયા છે. મોટી ઉંમરના લોકોમાં કોઇને કોઇ મેડિકલ કંડીશન હોય છે. એવામાં તેઓ વાયરસની ઝપટમાં સરળતાથી આવી જાય છે અને તેની સામે લડવાની શક્તિ ઓછી હોય છે.

બહુ ઓછા લોકોના ટેસ્ટ થયા, મોતનો આંકડો વધુ

ટેસ્ટિંગની અછતના લીધે ઇટલીમાં મૃત્યુદરનો આંકડો સખ્ત વધી રહ્યો છે. જે લોકો ખાસ કરીને યુવાનો અને નજીવા લક્ષણ દેખાય છ તેઓ આ ટેસ્ટ કરાવતા નથી અથવા તો તેઓ ટેસ્ટ કરાવ્યા વગર પાછા આવી રહ્યા છે. તેમાંથી કેટલાંક એવા હોય છે જેમને કોરોનાનું ઇન્ફેકશન હોય છે પરંતુ ટેસ્ટ વગર તેમને પોઝિટિવ માની શકાય નહીં. તેના લીધે બીજી જગ્યાની સરખામણીમાં પોઝિટિવ કેસ ઓછા આવી રહ્યા છે, જ્યારે મોતની સંખ્યા સતત વધી રહી છે અને આખરે મૃત્યુ દર વધતો જઇ રહ્યો છે.

કોમ્યુનિટી ટ્રાન્સમિશન પર કાબૂમાં નથી

ફિલેડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટી કોલેજ ઓફ પબ્લિક હેલ્થમં એપિડિમાયોલજિસ્ટ ક્રિસ જોનસનનું માનવું છે કે ઇટલીનો અસલ મૃત્યુદર 3.4% હોવો જોઇએ. લોકોના ટેસ્ટ ના થવાના લીધે આ વધતો દેખાઇ રહ્યો છે. આથી સૌથી મોટું નુકસાન પણ એ છે કે અત્યાર સુધીમાં હકીકતમાં કેટલાં લોકો આ વાયરસથી ઇન્ફેકટેડ છે તે ખબર પડતી નથી. આ જ રીતે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો પણ વધી જાય છે જે આ મહામારી ફેલાવનાર સૌથી મોટો દ્રષ્ટિકોણ છે.

ખસ્તાહાલ મેડિકલ સિસ્ટમ

ઇટલીની ભયાનક સ્થિતિની પાછળ સૌથી મોટું કારણ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા છે. હોસ્પિટલોની ખસ્તાહલ સ્થિતિ થઇ ગઇ છે અને બેડ ઓછા પડી રહ્યા છે. કોરોનાના દર્દીઓની ફિલ્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પબ્લિક હોસ્પિટલોના કોરીડોર દર્દીઓની લાઇનથી ભરેલા છે. એટલે સુધી કે દર્દીઓની સારવાર કરી રહેલા ડૉકટર્સની પાસે પોતાની સુરક્ષા માટે જરૂરી સામાન નથી. આથી તેઓ ખુદ પણ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. લૉમ્બાર્ડીમાં અત્યારે મેડિકલ સુવિધાઓ લગભગ ધ્વસ્ત થઇ ચૂકી છે. ડૉકટર શંકાસ્પદોમાંથી શોધી રહ્યા છે કે કોની સારવાર કરવાની છે. ઇંક્વિપમેન્ટસની અછત છે અને યુવાનો જીવતા રહેવાની વધુ આશાના લીધે તેના ઉપર સંસાધન ખર્ચ કરાઇ રહ્યો છે.

મોડે મોડા લોકડાઉન થયું, હવે ઉલ્લંઘન કરી રહ્યા છે લોકો

સરકાર અને પ્રશાસને શહેરોને સંપૂર્ણપણે શટડાઉન કરી રાખ્યા છે અને માત્ર જરૂરી કામ માટે લોકોને બહાર આવવાની મંજૂરી છે. પોલીસ કોઇને પણ રસ્તા પર ફરવાની મંજૂરી આપી રહ્યું નથી. જો કે ખરાબ ઇન્ફ્રાસ્ટ્રકચર અને નાજુક આર્થિક સ્થિતિના લીધે લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરવા મજબૂર છે. પોલીસનું કહેવું છે કે જો લોકો નિયમ માનતા નથી તો મોટી કાર્યવાહી કરાશે. એક્સપર્ટસનું કહેવું છે કે આ લૉકડાઉન પહેલાં જ આકરો હોવો જોઇતો હતો. લૉમ્બાર્ડીમાં વધુ ટેસ્ટ કરાતા તો સ્થિતિની ગંભીરતાને સમજી શકાત જે બાદમાં કેન્દ્ર બની ગયું. શરૂઆતમાં રાજનીતિ થતી રહી અને ઢીલા વલણની સાથે પગલાં ઉઠાવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *