સુરતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી 10માં માળેથી નીચે ફેંકી દીધી- જુઓ હત્યાના LIVE CCTV ફૂટેજ

Young man killed a girl in Surat: સુરતમાં યુવતીની હત્યાના હચમચાવનાર સીસીટીવી સામે આવ્યા છે. ગતરોજ પ્રધાનમંત્રીના સુમન આવાસમાં રહેતા એક યુવકે યુવતીને ૧૦માં માળેથી…

Young man killed a girl in Surat: સુરતમાં યુવતીની હત્યાના હચમચાવનાર સીસીટીવી સામે આવ્યા છે. ગતરોજ પ્રધાનમંત્રીના સુમન આવાસમાં રહેતા એક યુવકે યુવતીને ૧૦માં માળેથી નીચે ફેંકી દીધી હોવાનો બનાવો સામે આવ્યો હતો.(Young man killed a girl in Surat) ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે પોલીસે હત્યારાની પણ ધરપકડ કરી લીધી છે. પહેલા તો આ યુવકે એક મનઘડત કહાની બનાવી હતી.

સુરતના જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસમાં હત્યાની ઘટના બની હતી. આવાસમાં રહેતા 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહે સીદી હબીબાબાનું ઐયુબભાઈ નામની યુવતીની આવાસમાં બોલાવી 10મા માળેથી નીચે ફેંકી દીધી હતી. ત્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં યુવતી ઉપરથી નીચે પટકાતાં બેવાર દડાની જેમ ઊછળતી જોવા મળી રહી છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યારા આરોપી જુનેદ નૂર મોહમ્મદની ધરપકડ કરી છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, જુનેદ નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે સીદી હબીબાબાનુની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. ત્યાર બાદ યુવતીએ તેના ભાઈ સાથે સગાઈ તોડી નાખી હતી. જોકે, જુનેદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હબીબબાનું સાથે ફરી સંપર્કમાં આવ્યો હતો. અને બંને વચ્ચે પ્રેમસંબંધ બાંધ્યો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી યુવક યુવતી સાથે પ્રેમનું નાટક કરતો હતો. કારણ કે યુવતીએ એક વર્ષ અગાઉ તેના ભાઈ જોડે સગાઇ તોડી નાખી હતી.જેની અદાવત રાખી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી યુવતીને મળવા ઘરે બોલાવી હતી, જ્યાં જુનેદ નુર મોહમ્મદે યુવતી સાથે ઝઘડો કર્યો હતો. ઝગડો એટલો વધી ગયો હતો કે હબીબાબાનુએ બચવા માટે ચપ્પુ વડે જુનેદ ઉપર હુમલો કર્યો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત પણ થયો હતો.

યુવકે યુવતી પાસેથી ચપ્પુ છીનવી લઇ યુવતીને આવાસના ૧૦માં માળે આવેલી ઘરની ગેલરીમાંથી નીચે ફેંકી દીધી હતી. એમાં યુવતીનું 10મા માળથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલો જુનેદ જાતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી જુનેદ નૂર મોહમ્મદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *