જામનગર(ગુજરાત): આજકાલ રખડતા ઢોરોનો આતંક ઘણો વધી ગયો. ત્યારે જામનગર(Jamnagar) શહેરમાં રખડતાં પશુઓનો આતંક નવી વાત નથી રહી. શહેરમાં રખડતાં ઢોરોના હુમલા વારંવાર સામે આવે છે. થોડા મહિના પહેલાં લખોટા તળાવ(Lakhota Lake) નજીક એક વાહનચાલકને રખડતા ઢોરે અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે રાત્રે ફરી બે ઢોરે એક વૃદ્ધ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ઢોરોએ એટલો આક્રમકતાથી હુમલો કર્યો હતો કે રોડ પર વૃદ્ધને ફૂટબોલ(Football)ની જેમ વારંવાર પગ વડે લાતો મારી હતી.
શહેરના નવાગામ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં રાત્રીના સમયે બે રખડતા ઢોર દોડી આવ્યા હતા. રસ્તા પરના લોકો કંઈ સલામત સ્થળે જાય તે પહેલા ઢોરોએ એક વૃદ્ધને અડફેટે લઇ લીધા હતા. અન્ય લોકોએ વૃદ્ધને બચાવવા ઢોરને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વૃદ્ધને લાતો મારતો રહ્યો. બાદમાં સ્થાનિક લોકોએ માંડ માંડ વૃદ્ધને બચાવ્યા હતા.
જામનગરમાં બે પશુએ વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા pic.twitter.com/c8w1yM0rBz
— Trishul News (@TrishulNews) February 21, 2022
ત્યારબાદ 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે વિસ્તારના કોર્પોરેટરો દ્વારા તંત્રને રજૂઆત કરાતાં આખરે મહાનગરપાલિકાની ઢોર પકડવાની ગાડી બોલાવી ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
થોડા મહિનાઓ પહેલા શહેરના હાપા વિસ્તારમાં આવેલી રેસિડેન્ટ સોસાયટીમાં રાત્રીના સમયે કેટલાક લોકો ઘર પાસે ખુરશી પર બેઠા હતા ત્યારે 3 ઢોર રસ્તા પર દોડી આવ્યા હતા. રસ્તા પરના સલામત સ્થળે જાય તે પહેલા ઢોરોએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. પશુઓના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
જાણવા મળ્યું છે કે, ભારતીય મ્યુનિસિપલ કોર્પોરેશન (MCCI) દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે અલગ વિભાગ બનાવી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જાહેર માર્ગો પર ઢોરોના અડિંગાને કારણે અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.