ચાર-ચાર સંતાનનો બાપ ભાન ભૂલી સગીર ભાણીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો- સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર

ગુજરાત: ખંભાત (Khambhat) તાલુકામાં આવેલ લુણેજ (Lunej) ગામ (Village) માં રહેતો 28 વર્ષનો શખસ તેની 12 વર્ષની ભાણીને લગ્ન (Marriage) કરવાના ઈરાદે ફોસલાવીને ભગાડીને લઈ…

ગુજરાત: ખંભાત (Khambhat) તાલુકામાં આવેલ લુણેજ (Lunej) ગામ (Village) માં રહેતો 28 વર્ષનો શખસ તેની 12 વર્ષની ભાણીને લગ્ન (Marriage) કરવાના ઈરાદે ફોસલાવીને ભગાડીને લઈ ગયો હતો. પત્ની બિમાર હોવાથી મદદ માટે તેને ઘરે બોલાવી હતી. આ સમયે 10 દિવસ સુધી પોતાના ઘરે રહેલ ભાણીને પ્રેમના પાઠ ભણાવીને ભગાડી ગયો હતો.

જેને કારણે પત્ની સહિતના તેણીના પરિવારજનો આશ્વર્યમાં મુકાઈ ગયા હતા તેમજ આ મામલે સગીરાના પિતા દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા અપહરણની કલમ અંતર્ગત ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ખંભાત તાલુકામાં આવેલ લુણેજ ગામમાં રહેતા શૈલેષ રમણ રાઠોડ ખંભાતની કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે. એમના લગ્ન સોજિત્રામાં આવેલ એક ગામમાં થયા હતા. તેમને સંતાનમાં 3 પુત્રી તેમજ 1 પુત્ર છે. શૈલેષની પત્ની છેલ્લાં થોડા દિવસથી બિમાર હોવાથી તેણે સોજિત્રામાં રહેતી તેની સાળીની મોટી દીકરીને સારવાર માટે લુણેજ બોલાવી હતી.

આ દરમિયાન, તેમની સાળીની 12 વર્ષની દીકરી છેલ્લા 10 દિવસથી તેમના ઘરે રોકાઈ હતી. આ કિશોરી હાલમાં અભ્યાસ કરતી હોવાથી શા‌ળાઓ શરૂ થઈ જતાં તેના પિતાએ પાછી પોતાના ઘરે મૂકી જવા માટે સાઢુ શૈલેષભાઈને જણાવ્યું હતું. જો કે, તેમણે હા પાડી હતી.

બીજી બાજુ શૈલેષના પત્ની મીનાબેને તેમના બનેવીને ફોન કરીને પતિ તથા તેમની દીકરી એમ બંને ઘરમાંથી ક્યાંક ગુમ થયા હોવાની જાણ કરી હતી. બંનેનો કોઈ પત્તો ન હતો. સાથે જ શૈલેષભાઈનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. બંનેની તપાસ કરવા છતાં પણ કોઈ પત્તો ન લાગતાં તેમણે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશને શૈલેષ રાઠોડની વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *