ગુજરાત: મહીસાગર જીલ્લા (Mahisagar district) માં આવેલ લુણાવડામાં આવેલ હેલહેમ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી 23 વર્ષીય યુવતી હરિરાજકુંવર અજીતસિંહ (Hariraj Kunwar Ajit Singh) સોલંકી સવારનાં સમયે સ્કૂલે જવા માટે નીકળી હતી. આ સમયે હરિયાણા (Haryana) ટ્રક ગોધરા (Godhra) થી મોડાસા (Modasa) બાજુ જઈ રહેલ ચારકોશિયા નાકા નજીક પુરપાટ ઝડપે આવી અડફેટે લેતાં ટ્રક ચાલક ભાગી ગયો હતો.
દુખની વાત તો એ છે કે, આ સમયે હરિરાજકુંવરનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સમયે ઘટનાસ્થળ પર એકત્ર થયેલા લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, લુણાવાડા નગરના રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાને લીધે ઘણીવાર અકસ્માતનાં બનાવો બનતા રહેતા હોય છે.
તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી સાથે રોષે ભરાયેલા લોકો દ્વારા રોડ બ્લોક કરાતા ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિક ધરસભ્ય જીજ્ઞેશ સેવક ઘટનાસ્થળ પર પહોંચીને સ્પીડ બ્રેકર બનાવવા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જયારે બીજી બાજુ CCTV ના આધારે ફરાર ટ્રક ચાલકને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરતાં ટ્રકનો નંબર ઓળખીને રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ચિતોડગઢથી ટ્રકને પકડી આરોપીને લુણાવાડા લાવવા માટેની તપાસ હાથ ધરાઈ હતી.
13 જાન્યુઆરીએ સ્પીડ બ્રેકર કાઢી નાંખ્યા હતા:
લુણાવાડા નગરમાં સ્પીડ બ્રેકર હતા પણ 13 જાન્યુઆરી એ CM વિજય રૂપાણી આવ્યા ત્યારે નગરના બધા જ સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા હતા બાદમાં નગરમાં ઘણીવાર અકસ્માતનાં બનાવો બનતા રહેતા હોય છે આવું વેપારી પિંકેશ પટેલ જણાવે છે.
લુણાવાડા નગરમાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે આજે ચારકોશિયા નાકા નજીક વેલહેમ્સ શાળામાં નોકરી કરતી 23 વર્ષીય યુવતીને પુરપાર્ટ ઝડપે હકારતા ટ્રક ચાલકે અડફેટે લેતા લોકો દ્વારા સ્પીડ બ્રેકર મુકવા માટેની માંગ કરવામાં આવી હતી. આ સમયે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક સૂચના આપી દેતા યુદ્ધના ધોરણે સ્પીડ બ્રેકરીની કામગિરી શરૂ કરાતાં મૃત્યુ પાછળ સ્પીડ બ્રેકર ન હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.