મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની સાથે બદલો લેવા ભાજપે ઘડ્યો એવો માસ્ટરપ્લાન કે…., જાણો અહીં ક્લિક કરીને

મહારાષ્ટ્રમાં આ અગાઉ ગુરુવારે શિવાજી પાર્ક, મુંબઇ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ‘મહા વિકાસ આગાડી’ ના નેતા તરીકે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ. આ પહેલીવાર છે કે, ઠાકરે પરિવારના કોઈ સભ્ય મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હોય.

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું હતું. તેમાં હેડકાઉન્ટ દ્વારા વોટીંગ કરવામાં આવી હતી. કાઉન્ટીંગમાં 169 સભ્યોએ સરકારના પક્ષમાં મત આપીને વિશ્વાસમત પસાર કરી દીધો હતો. વિરોધમાં એકેય મત ન પડ્યા કારણે ભાજપે વોકઆઉટ કર્યું હતું. ચાર ધારાસભ્ય તટસ્થ રહ્યા હતા જેમાં રાજ ઠાકરેની મનસેના ધારાસભ્ય પણ સામેલ છે. તે સિવાય સીપીઆઇ ના ધારાસભ્ય પણ તટસ્થ રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે બેઠકો મેળવવા છતાં પણ સત્તા ન હાંસલ કરી શકનાર ભાજપે હવે સિવસેનાને ધૂળ ચટાડવાની તૈયારી કરી છે. છેલ્લા ત્રણ દાયકાથી મુંબઈમાં શિવસેના વિશાળ બજેટ ધરાવતી શ્રીમંત મુંબઈ મહાનગરપાલિકામાંથી શિવસેનાને સત્તામાંથી હટાવવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે, એમ ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે જણાવ્યું હતું. મુંબઈમાં 36 વિધાનસભાની બેઠક પૈકી 17 બેઠક જીતીને ભાજપ નંબર વન પાર્ટી બની છે. આજથી વર્ષ 2022 માં યોજાનારી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં શિવસેનાને સત્તાથી ખસેડવાનો ભાજપે મજબૂત સંકલ્પ કર્યો છે.

વર્ષ 2017 માં યોજાયેલી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી વેળા ભાજપ અનિે શિવસેના યુતિ કર્યા વગર એટલે કે અલગ-અલગ ચૂંટણી લડી હતી. ત્યારે પાલિકાની 227 બેઠક પૈકી શિવસેનાને 84 બેઠક અને ભાજપે 82 બેઠક હાંસલ કરી હતી. પણ હવે મુંબઈમાં ભાજપ નંબર વન પર હોવાથી શિવસેનાને જોરદાર પછડાટ આપીશું અને વર્ષ 2022 માં ભાજપનો મુંબઈનો મેયર હશે એવો દાવો પણ કર્યો હતો.

રવિવારે દાદર સ્થિત ભાજપની મુંબઈ પ્રદેશની વસંત સમિતિ કચેરીમાં લએક કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ, મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા, આશિષ સેલાર, રાષ્ટ્રીય સહ સંગઠનના વી. સતિષ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત હતા. જેમાં મુખ્ય એજન્ડા શિવસેનાને મુંબઈ મહાનગર પાલિકાની સત્તામાંથી હટાવવાનો હતો. આ સિવાય 30મી તારીખ સુધીમાં મુંબઈ ભાજપના નવા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખની 1 થી 5 જાન્યુઆરી સુધી જાહેરાત કરાશે, એવું ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *