દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ રવિવારે ‘મન કી બાત’માં કરજણ (Karjan) ના અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) માં કાર્યરત આરોગ્ય સેવિકા હેતલબેન (Hetalben) મોચીનો ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્ર મોદીને મહિલા કર્મચારીની કાર્ય સમર્પિતતા સ્પર્શતા 100 કરોડ કોરોના રસીકરણની રાષ્ટ્રીય જ્વલંત સિદ્ધિમાં આવા આરોગ્ય કર્મયોગીઓના યોગદાનને બિરદાવવામાં આવી હતી.
હેતલબેન મોચી છેલ્લા 10 મહિનાથી પર્વો, જાહેર રજાઓને ભૂલી તેઓ લોકોને કોરોના રસી મૂકી રહ્યાં છે. તેઓ દૈનિક અંદાજે 200 લોકોને રસી મૂકિ રહ્યા છે. લગભગ 24,000થી વધુ લોકોને પહેલા અથવા તો બીજા ડોઝની રસી મૂકી છે. કરજણ તાલુકા આરોગ્ય અધિકારી તેમજ તબીબી અધિક્ષક ડો. પ્રશાંતસિંઘે કહ્યું હતું કે, હેતલબેન મોચી આ સમયગાળામાં તેમના પરિવારમાં તકલીફ સર્જાઈ હતી.
બાદમાં સાસુ સસરાને બીમારી આવી, નાના બાળકોની સંભાળ લેવાની મુશ્કેલીઓ જેવી કૌટુંબિક બાબતોને મેનેજ કરીને તેઓ રસી મૂકવાની ફરજને સતત અગ્રતા આપી રહ્યાં છે. જેમણે હેતલબેન પાસે રસીના બંને ડોઝ મુકાવ્યા છે એવા લોકો પ્રધાનમંત્રી દ્વારા તેમની સેવાઓને બિરદાવતાં ખુશી અનુભવી રહ્યાં છે.
અણી સાથે જ વધુમાં તેમણે કહ્યું હતું કે, મહિલા કર્મચારીએ રસી મુકવાની સાથોસાથ તેમણે રસી લેવાની જાગૃતિનો લોકોમાં સંચાર કરવાનું કામ પણ કર્યું છે. કરજણ અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય સેવિકા હેતલબેન મોચી જણાવે છે કે, વડાપ્રધાનના પ્રોત્સાહનથી ભારતે 100 કરોડ લોકોને કોરોના રસી આપીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે.
આ પ્રક્રિયામાં હું મારી સહ ભાગીદારીનો ગર્વ અનુભવું છે. પરિવાર તથા સાથીઓના સહયોગથી હું આ કામ સતત કરી શકી છું. કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી એટલે કે, જે લોકો બાકી છે આ બધાં જ સમયસર રસી મૂકાવી લે તેમજ માસ્ક પહેરવા સહિત કોવિડ અટકાવવાની તકેદારીઓ પાળે તે ખુબ જરૂરી બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.