ગુજરાત(Gujarat): મહેસાણા(Mehsana)ના ખેરાલુ(Kheralu) તાલુકાના મન્દ્રોપુર(Mandropur) ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મુકેશ બાબુજી ઠાકોર નામના વ્યક્તિના ખેતરમાંથી સોના જેવી લાગતી ગોગા મહારાજ(Goga Maharaj)ની મૂર્તિ મળી આવતા કુતુહલ સર્જાવા પામ્યું છે.
મહત્વનું છે કે, જમીનમાં દટાયેલી ગોગા મહારાજની સોના જેવી મૂર્તિ મળી આવતા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ એવી વાત પણ બહાર આવી છે કે, મુકેશ ઠાકોરને ખેતરમાં મૂર્તિ દટાયેલી હોવાનું ઘણા સમયથી સ્વપ્નમાં આવતું હતું.
જો સ્વપ્નના આધારે વાત કરવામાં આવે તો જમીનમાં ખાડો ખોદતાં ગોગા મહારાજની સોના જેવી ધાતુની મૂર્તિ મળી આવતા સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. જમીનમાંથી ગોગા મહારાજની મૂર્તિ મળી આવતા મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી ગયા હતા.
જો વાત કરવામાં આવે તો આ એક ચમત્કારિક કિસ્સો કહી શકાય, કારણ કે, યુવકને સપનુ આવ્યું હતું અને ખેતરમાં ખાડો ખોદ્યો ને ગોગા મહારાજની મૂર્તિ મળી આવી હતી. જેને જોઇને ગામના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી પહોચ્યા હતા.
મહત્વનું છે કે, ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે. જેમાં ધારમોડા, કાસવા, ઉનાવા, સેભર, ગમનપુરા, ચાણસ્મા અને દાસજ રાજસ્થાન ના તેલવાડા ગામે પણ ભવ્ય મંદિર આવેલુ છે અને જયા પણ દર વર્ષ નવરાત્રીમા લોક મેળો ભરાય છે. તેલવાડાના ગોગ મહારાજ ના નામે થરાદ તાલુકાના ડુવા ગોળીયામા પણ ગોગ મહારાજ નું ભવ્ય મંદિર આવેલુ છે. આમ આ ઘણા બધા ગામોમાં આવા વિખ્યાત પ્રાચીન મંદિરો પ્રખ્યાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.