ભયંકર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ક્રિકેટર રિષભ પંતનું બચવું…

ભારતીય ટીમના સ્ટાર વિકેટકિપર બેટર રિષભ પંત(Rishabh Pant) શુક્રવારના રોજ વહેલી સવારે અકસ્માત(Accident)માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રુડકી પાસે તેની કાર પલટી ખાઈ ગઈ…

ભારતીય ટીમના સ્ટાર વિકેટકિપર બેટર રિષભ પંત(Rishabh Pant) શુક્રવારના રોજ વહેલી સવારે અકસ્માત(Accident)માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રુડકી પાસે તેની કાર પલટી ખાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગાડી પંત પોતે ચલાવી રહ્યો હતો. હાલ રિષભ પંત દહેરાદૂન(Dehradun)ની મેક્સ હોસ્પિટલ(Max Hospital)માં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. અહીં તેના તમામ રિપોર્ટ્સ પણ કરાવવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિષભ પંતને સૌથી વધુ ઈજા માથા અને પગમાં થઈ છે. જેના કારણે તેનો બ્રેઈન અને સ્પાઈનનો MRI સ્કેન કરાવવામાં આવ્યો હતો અને જેનો રિપોર્ટ પણ સામે આવી ગયો છે. આ રિપોર્ટે ફેન્સ અને રિષભ પંતને એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે અને રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

ડોક્ટરોએ જણાવતા કહ્યું હતું કે, ઋષભ પંતના હજુ પણ કેટલાક રિપોર્ટ સામે આવવાના બાકી છે. તેની ઘૂંટી અને ઘૂંટણનો પણ MRI સ્કેન કરાવવાનો હતો પણ હાલ તેને ટાળવામાં આવ્યો છે અને કારણ કે પંતને ખુબ દુ:ખાવો થઈ રહ્યો હતો અને સોજો પણ હતો. હવે આ સ્કેન આજે કરાવવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે.

એક્સપર્ટ પણ માથું ખંજવાળવા લાગ્યા:
મહત્વનું છે કે, આ બધા વચ્ચે ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ આટલા ભયાનક અકસ્માતમાં ઋષભ પંતની સલામતીને લઈને ચોંકી ગયા છે. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ નિતિન દોસ્સાએ જણાવતા કહ્યું હતું કે, ‘ઋષભ પંતનું બચવું એક ચમત્કાર છે’. તેને ડ્રાઈવ કરતા કરતા ઝોલું આવી ગયું હશે. કારણ કે તેણે બરાબર આરામ નહીં કર્યો હોય. તેમણેવધુમાં કહ્યું કે મર્સિડિઝના સિક્યુરિટી ફિચરના કારણે પંતનો જીવ બચી ગયો છે. આવી ગાડીમાં સ્પેશિયલ સિક્યુરિટી ફિચર્સ મુકવામાં આવ્યા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *