ગુજરાત રાજ્યમાં ક્રાઈમનાં બનાવોમાં સતત વધારો થાય છે. વારંવાર મારામારી, ચોરી, લૂંટફાટ તેમજ હત્યા જેવા બનાવો બહાર આવે છે. તે સમયે અસામાજિકતત્ત્વો દ્વારા એક મહિલાનાં ઘરમાં ઘૂસીને માર મારીને મહિલાનાં બન્ને પગ ભાંગી નાંખ્યા હોવા અંગેની ઘટના બહાર આવી છે. ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલા દ્વારા કુલ 4 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ બનાવ મોરબીનો છે. પોલીસ દ્વારા આખા મામલે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ભોગબનનાર મહિલાનો પતિ રીક્ષા ચલાવે છે તેમજ 2 દીકરીઓ મંજૂરી કામ કરીને પરિવાર જનોનું ગુજરાન ચલાવી રહી છે. મળેલ રિપોર્ટ મુજબ મોરબીમાં પરિવારની સાથે રહેનાર નસીમ પારેડી નામની મહિલા તેનાં ઘરમાં સાંજે રસોઈ બનાવતી હતી. ત્યારે મહિલાનાં ઘરની પાછળની શેરીમાં રહેતો દાઉદ પાલેજા નામનો વ્યક્તિ એનાં સાથીને લઇને મહિલાનાં ઘરમાં ઘુસી ગયો હતો.
દાઉદ એનાં મિત્ર જાવેદ, રહીમ તેમજ માસીનાં દીકરા સાથે મહિલાનાં ઘરમાં આવ્યો. દાઉદ દ્વારા નસીમ નામની મહિલાનાં ઘરે જઈને તેને ધમકાવવામાં હતી કે, તું અમારી વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં શા માટે જાય છે. આટલું કહ્યા પછી દાઉદ તેમજ એનાં મિત્રો નશીમ પારેડીને ઘરની બહાર લઇ ગયા હતા. એ પછી દાઉદ સહિતનાં લોકો અપશબ્દ બોલતા હતા. જેથી મહિલા દ્વારા અપશબ્દ બોલવા માટે મનાઈ કરવામાં આવી હતી. એટલે દાઉદ તેમજ એની સાથે આવેલા વ્યક્તિઓ દ્વારા મહિલાને પાઈપથી મારવામાં આવી હતી.
પાઈપ લાગવાનાં લીધે પીડા થતા મહિલા દ્વારા બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. ઘણા લોકો મહિલાને છોડવવા માટે વચ્ચે આવ્યા પરંતુ તે લોકોને કઈ ચાલ્યું નહીં તેમજ તેઓ દાઉદ તેમજ એનાં સાથીથી મહિલાને છોડાવી શક્યા ન હતા. દાઉદ તેમજ એનાં સાગરીતો દ્વારા નસીમ પારેડીને ધમકી આપવામાં આવી હતી કે, અહીંયા રહેવું હોય તો અમે કહીએ તે પ્રકારે જ રહેવું પડશે.
એ પછી મહિલાને વધુ માર મારીને દાઉદ તેમજ એનાં મિત્રો ભાગી ગયા હતા. આ બનાવ પછી ત્યાંના સ્થાનિક લોકો મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડૉક્ટરની તપાસમાં મહિલાનાં બન્ને પગમાં ફ્રેકચર થયું હોવા અંગેનું જાણવા મળ્યું હતું. જેથી મહિલા દ્વારા હોસ્પિટલમાં સારવારમાં દાઉદ સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle