ઘણીવાર તમે સાંભળ્યું જ હશે કે, પ્રેમ અને જંગ માં બધું જાયજ છે. આ કહેવતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. હકીકતમાં આફ્રિકામાં આવેલ સેનેગલમાં એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડના કપડાં પહેરીને પરીક્ષા આપવા માટે ગયો હતો. ગર્લફ્રેન્ડને ભય હતો કે, તે પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં એના માટે તેનો બોયફ્રેન્ડ છોકરી બનીને પરીક્ષા આપવા તો ગયો પણ પકડાઈ ગયો.
ટીચરને આશંકા ગઈ હતી:
આ ઘટના યુનિવર્સિટીની પરીક્ષા વખતે બની હતી. પરીક્ષામાં ટીચર્સને એક યુવતી પર શંકા જતા ટીચરે તપાસ કરતા જાણવા મળ્યું કે, તે યુવતી સમજી રહ્યા હતા તે હકીકતમાં યુવક હતો તેમજ ગેસ્ટન બર્જર યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી ખાદીમ મેકઅપ, હેડસ્કાર્ફ, બ્રા તથા ઇયરિંગ્સ પહેરીને પરીક્ષા આપવા માટે આવતો હતો.
કલાકોની સખત મહેનત બાદ છોકરી બનીને ખાદીમ પરીક્ષા આપી રહ્યો હતો પણ આશંકા જતા જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એણે કહ્યું હતું કે, તે પોતાની ગર્લફ્રેન્ડને બદલે પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ત્યારપછી યુનિવર્સિટી મેનેજમેન્ટે પોલીસને જાણ કરતા આરોપીની ધરપકડ કરાઈ હતી.
ગર્લફ્રેન્ડની જેમ તૈયાર થયો:
ખાદીમની ગર્લફ્રેન્ડ ગંગુ ડીયોમને ભય રહેતો હતો કે, તે પરીક્ષામાં પાસ થશે નહીં. ત્યારબાદ ખાદીમે એક યોજના બનાવીને તેને તેની ગર્લફ્રેન્ડના કપડાં પહેરીને એક છોકરી બનીને સતત 3 દિવસ સુધી પરીક્ષા આપી હતી પણ ચોથા દિવસે સુપરવાઈઝરને આશંકા જતા ખાદીમની ચોરી પકડાઈ ગઈ હતી.
ગર્લફ્રેન્ડને કંઈ ના થવા દીધું:
પોલીસ દ્વારા ખાદીમની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે, પકડાઈ જવા પર ખાદીમે પોતાની ગર્લફ્રેન્ડને કંઈ ના થવા દીધું હતું. તેને પોલીસેને આખીં યોજના જણાવી હતી તેમજ ગર્લફ્રેન્ડને આ અંગેની કંઈ જાણ ન હતી એવું જણાવ્યું હતું. આ બધું તેને તેની ગર્લફ્રેન્ડ માટે કર્યું છે. તે તેની ગર્લફ્રેન્ડને ખુબ પ્રેમ કરે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.