હાલમાં પોરબંદરના માધવપૂર ગામ નજીક આવેલ પાતા ગામમાંથી હડકાયેલ શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાન હડકાયેલ થતા ગામ અને વાડી વિસ્તારમાં રહેતા લોકો પાછળ બચકા ભરવા દોડ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ શ્વાને 8 જેટલા લોકોને બચકા ભર્યા હતા.
જેમાં પાતા ગામના શાંતિબેન કડછાને શ્વાને પગમાં બચકા ભર્યા બાદ નાક ઉપર બચકું ભરી લીધું હતું. જ્યારે આ મહિલાના પતિ કારાભાઈ વાડીમાં આરામ કરતા હતા તે વખતે શ્વાને કારાભાઈના માથા અને હાથમાં બચકા ભરી લીધા હતા.
આ ઉપરાંત, જોધાભાઈ મોહનભાઇ ઓડેદરા તેની દુકાને બેઠા હતા ત્યારે હડકાયેલ શ્વાને કૂદકો મારીને જોધાભાઈના હાથમાં બચકું ભરી લીધું હતું તેમજ વાડી વિસ્તારમાં દેવીબેન ભીમા ઓડેદરા નામના મહિલા કપડા ધોતા હતા તે વખતે શ્વાને આ મહિલાના બાવડામાં બચકું ભરી લીધું હતું. જેથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આ લોકોને ટાંકા પણ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોએ જણાવ્યું હતું કે, અમારા સિવાય હજુપણ 4થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે. જેઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલમાં આવી રહ્યા છે. આમ, હડકાયેલ શ્વાને પાતા ગામના 8થી વધુને બચકા ભર્યા છે અને હજુ આ શ્વાન પકડાયો નથી જેથી બાળકો સહિતના લોકોમાં શ્વાનથી ડરનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.