રાજ્યમાં તેમજ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધતો જ જઈ રહ્યો છે. રાજ્યમાં તો ખાસ કરીને રાજકોટમાં કોરોનાની મહામારીમાં સતત વધારો તેમજ ઘણાં લોકો મોતને પણ ભેટી રહ્યાં છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
અમદાવાદ તેમજ સુરત પછી હવે રાજકોટની સ્થિતિ ચિંતાજનક સપાટીએ પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જાય ગયું છે, જેને કંટ્રોલમાં લેવા માટે રાજ્યનાં આરોગ્ય સચિવ પોતે જ રાજકોટની મુલાકાત લેવા માટે આવ્યા હતાં. એમણે અમદાવાદનાં તબીબોની ટીમને પણ રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં મોકલી આપી છે. રાજકોટમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ પણ યોગ્ય સારવાર ન મળવાની બૂમો પાડી રહ્યા છે.
રાજકોટમાં વધુ એક કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જેમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીનાં આહારમાં મકોડો નિકળ્યો છે. દર્દીને ભોજનમાં આપેલ રોટલીમાંથી મકોડો નીકળ્યો છે. આ મામલે દર્દીને પીરસવામાં આવેલ ભોજનનો વીડિયો સામે આવી રહ્યો છે.
આરોગ્ય સચિવ જ્યંતી રવિ રાજકોટથી પાછા ફરતાં જ દર્દીને મરેલ મકોળાવાળું ભોજન પીરસવામાં આવ્યું છે. હવે રાજકોટમાં આવેલ કોવિડ હોસ્પિટલ રસોડાને લઈને વાતો કરતા તંત્રની પોલ ખુલી ગઇ છે. કોવિડ હોસ્પિટલમાં ભલે તંત્ર મીડિયાને પ્રવેશ ન આપે પરંતુ એમની બેદરકારીઓ ઘણીવાર સામે આવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીને કેવું ભોજન પીરસવામાં આવે છે એ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
અહી ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ અગાઉ CM વિજય રૂપાણીએ CM ડેશ બોર્ડથી વર્ચ્યુલ ટુર કરી હતી. જેમાં રાજકોડમાં સબ સહી સલામતનો દાવો કરવામાં આવ્યો હતો પણ રાજકોટમાં લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે કે, શહેરમાં આવેલ કોવિડ હોસ્પિટલોમાં દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી જેને લીધે મોતનો આંકડો સતત વધતો જ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en