પેમી પંખીડાએ અગમ્ય કારણોસર ઝાડની ડાળીએ ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી- જાણો સેબલીયાની આ ચકચારી ઘટના 

સેબલીયા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યા(Suicide)ના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

આ દરમિયાન, દાંતા(Danta) નજીકના સેબલીયા(Seblia) ગામની સીમમાં આસપાસના ગામમાં રહેતા યુવક-યુવતીએ બુધવારે કોઈ કારણોસર ઝેરી દવા પી ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઇ બન્નેએ જીવન ટુંકાવ્યું હોવાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, બુધવારે દાંતા નજીકના સેબલીયા ગામના સીમાડે વહેતી સરસ્વતી નદીના પટમાં એક બાવળના ઝાડની ડાળી સાથે દુપટ્ટાથી ગળે ફાંસો ખાધેલ એક યુવક અને યુવતીનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. આ અંગેની જાણ નાગેલના જવાનજી ફતાજી પરમારને કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતક યુવક સંજયજી મગનજી ઠાકોર અને યુવતી મંજુબેન પરથીજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. આ બન્ને પ્રેમીપંખીડા ઝેરી દવા પી અને દુપટ્ટા વડે કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે મૃતકોના મૃતદેહને દાંતા રેફરલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *