ખેતરમાં જ ઝાડની ડાળીએ સાડીથી ટૂંપો ખાઇ દંપતીએ જીવન ટૂંકાવ્યું- જાણો ક્યાંની છે આઘાતજનક ઘટના

થરાદ(ગુજરાત): હાલમાં થરાદ(Tharad)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગોકુળગામ(Gokulgam)ના પાટિયા નજીક પોતાના ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે સાડી વડે ટૂંપો ખાધેલી હાલતમાં પતિ-પત્ની(Husband-Wife)નો બુધવારે…

થરાદ(ગુજરાત): હાલમાં થરાદ(Tharad)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગોકુળગામ(Gokulgam)ના પાટિયા નજીક પોતાના ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે સાડી વડે ટૂંપો ખાધેલી હાલતમાં પતિ-પત્ની(Husband-Wife)નો બુધવારે સવારે મૃતદેહ લટકતો મળી આવતા ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા. હજુ પતિ-પત્નીની હત્યા(Murder) છે કે આત્મહત્યા(Suicide) એ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન, મૃતકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતાં પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

મળતી માહિતી મુજબ, થરાદ-વાવ હાઇવે પર આવેલા ગોકુળગામના પાટિયા નજીક પોતાના ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે સાડી વડે ગળેટૂંપો ખાધેલી હાલતમાં પતિ ઠાકરશીભાઈ અમરતભાઈ ઠાકોર (ઉં.વ.25) તથા પત્ની હીનાબેન (ઉં.વ.20)નો બુધવારે સવારે મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગે યુવતીના પિતા ચમનાભાઈ રત્નાજી ઠાકોરને જાણ થતાં તેમણે પોલીસ મથકમાં જાણ કરી હતી. 27 તારીખે પુત્રી અને જમાઈ મળવા આવ્યા હોવાનું સામે જાણવા મળ્યું છે. ત્યારબાદ સાથે પોતાના ઘરે જવા નીકળ્યા હતા.

આ દરમિયાન, ઘરે જવાને બદલે ખેતરમાં પુત્રી અને જમાઇએ સાડી વડે ગળે ફાંસો ખાઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે તેમ જણાવ્યું હતું. આ અંગે પીએસઆઇ સાહેબખાન ઝાલોરી દ્વારા સ્ટાફ સાથે દોડી જઇ બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી થરાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. થરાદ પોલીસે હાલ પતિ-પત્નીના આત્મહત્યા અંગે અકસ્માતે મોતનો ગૂનો નોંધ કરી વધુ તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પતિ પત્નીના આપઘાતને લઈ અનેક રહસ્યો ઊભા થઈ રહ્યા છે. હાલ આ આપઘાતનું રહસ્ય અકબંધ છે.

મળતી માહિતી મુજબ, મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. જેને લઇ આ ચિઠ્ઠીમાં શું લખેલું છે તે અંગે પીએસઆઇ સાહેબખાન જાલોરીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે હાલ આ અંગેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *