દરરોજ ભોજન આપતાં વ્યક્તિનું મૃત્યુ થતાં વાંદરો ભાવુક થઈને પહોચ્યો અંતિમયાત્રામાં- જુઓ વિડીયો

માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. જ્યારે બંને એકબીજાને દિલથી પસંદ કરવા લાગે છે, ત્યારે તેઓ તેમના માટે પોતાનો જીવ પણ આપી શકે છે. માણસના મનમાં ભલે થોડી ચતુરાઈ કે ખરાબ વિચાર આવે પણ પ્રાણીઓમાં આવું ક્યારેય થતું નથી. જો તમે તેમને ખોરાક આપો છો, તો તેઓ તમને તેમના સર્વસ્વ તરીકે સ્વીકારશે.

આનો પુરાવો તાજેતરમાં જ શ્રીલંકામાં જોવા મળ્યો હતો. આ દિવસોમાં શ્રીલંકાનો એક અંતિમ સંસ્કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાંદરો મૃતદેહ પાસે બેઠેલો જોવા મળે છે. હાલમાં જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે ખૂબ જ ઈમોશનલ વાંદરાનો વીડિયો છે. આ વીડિયોમાં, એક વાંદરો અંતિમ સંસ્કારમાં મૃતદેહની પાસે બેઠો છે અને તેને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પ્રાણીઓનો સ્નેહ તે લોકો પ્રત્યે ખૂબ હોય છે જેઓ તેમને ખોરાક આપે છે, પછી ભલે તેઓ તેમના માલિક હોય કે તેઓ માત્ર ખોરાક આપવાનું કામ કરતાં હોય. આ વિડીયોમાં તમે એવાં જ એક વાંદરાને જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વિડીયોમાં મૃતદેહ પાસે બેઠેલો વાંદરો દેખાશે
આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પણ તેને પોસ્ટ કરવામાં આવ્યો છે. આવો અમે તમને આ વીડિયોની પૃષ્ઠભૂમિ જણાવીએ. મળતી માહિતી મુજબ આ વીડિયો શ્રીલંકાનો છે. અહીંના બેટીકોલોઆના રહેવાસી 56 વર્ષીય પીથામ્બરમ રાજનનું 17 ઓક્ટોબરે અવસાન થયું હતું.

તેઓ લાંબા સમયથી બીમાર હતા. પીતામ્બરમ હંમેશા વિડીયોમાં જોવા મળતાં વાંદરાને ખવડાવતા હતા. જ્યારે તે લંગુરે તેને મૃત જોયા તો તેની પ્રતિક્રિયા ખૂબ જ ચોંકાવનારી હતી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત અને ભાવુક થઈ ગયા. વીડિયોમાં વાનર શરીરની પાસે બેઠો છે અને તેને સ્પર્શ કરી રહ્યો છે. એવું લાગે છે કે તે નનામી ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. વાંદરો માણસને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો છે.

ત્યાં હાજર લોકો તેને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા છે અને તેનો વીડિયો પણ બનાવી રહ્યા છે. પરિવારે જણાવ્યું કે લંગુર લાંબા સમય સુધી વ્યક્તિથી દૂર જવાનો ઇનકાર કરતો રહ્યો. જ્યારે તેને ખબર પડી કે તે શ્વાસ લઈ રહ્યો નથી, ત્યારે જ તે ત્યાંથી હટ્યો. આમ પ્રાણીઓ પણ ભાવના ભૂખ્યા હોય છે અને તેઓ વફાદાર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *