માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: સુરતમાં 2 વર્ષનું બાળક રમતા-રમતા ગળી ગયો સિક્કો

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(surat)ના પાંડેસરા(Pandesara)માંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 2 વર્ષના રમતા બાળકને અચાનક ઊલટી(Vomiting)ઓ શરૂ થઇ હતી અને બેભાન થઈ જતા 108માં સિવિલ ખસેડવામાં આવ્યો હતો. તમામ પ્રકારના રિપોર્ટ બાદ એક્સ-રેમાં બાળકના ગળામાં ધાતુનો સિક્કો દેખાતા ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બાળક ચલણી સિક્કા સાથે રમતું હતું. જોકે, હાલ બાળકને ENT વિભાગમાં દાખલ કરવામાં આવ્યું છે.

આ અંગે બાળકના પિતા સંતોષ મોર્યાએ જણાવ્યું હતું કે, તેઓ યુપી બનારસના રહેવાસી છે અને સુરતમાં સંચા કારીગર તરીકે કામ કરી બે બાળક અને પત્નીનું ભરણ પોષણ કરી રહ્યા છે. આજે તેમનો નાનો દીકરો આદર્શ ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઊલટીઓ થતા જોઈ માતા સુરેખાબેન ગભરાઈ ગયા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે માતા એ રમવા માટે આદર્શને એક રૂપિયાનો સિક્કો આપ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉલટી બાદ બેભાન થઈ ગયેલા આદર્શને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા અહીંયા તમામ પ્રકારના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જોકે, એક્સ-રેમાં આદર્શના ગળામાં કોઈ ધાતુનો સિક્કો ફસાઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. માતાએ જણાવ્યું કે, આ રૂપિયા એકનો સિક્કો જ હોવો જોઈએ, જે એને રમવા આપ્યો હતો. આ સાંભળી ડોક્ટરોએ માસૂમ આદર્શને દાખલ કરી દીધો છે.

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, સિક્કો કાઢવા માટે પહેલા નરમ અને હલકા ખોરાકનો ઉપયોગ કરવામાં આવશે જો એમ કરવાથી ન નીકળે તો પછી ઓપરેશનનો વિકલ્પ કરી શકાય. હાલ બાળકની તબિયત સારી છે એટલે એને મોઢા વડે જે પણ આપી શકાય એ ખોરાકથી સિક્કો પેટમાં લઈ જવાનું અને કુદરતી હાજત વડે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *