સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(surat) શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં રહેતી મહિલાએ આશરે 18 દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital)માં એક અધૂરા માસના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા પોતાના બાળકને વોર્ડ(Ward)માં જ તરછોડી ભાગી ગઈ હોવાનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે, બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકને ત્યજી દેનાર મહિલા વિરુદ્ધ ખટોદરા(Khatodara) પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, ડિંડોલી ખાતે નવાગામમાં રહેતી 19 વર્ષીય પૂજા પ્રમોદ કેવટને ચોથી સપ્ટેમ્બરના રોજ પ્રસૂતિ પીડા ઉપાડતા સારવાર માટે નવી હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેણે અધૂરા મહીને અને ઓછું વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં નવજાત બાળક હાલત ગંભીર હોવાથી એનઆઇસીયુ શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે માતા પૂજા કેવટને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.
7 સપ્ટેમ્બરના રોજ પૂજા કેવટ કોઈને પણ જાણ કર્યા વગર અને પોતાના બાળકને વોર્ડમાં જ છોડીને ભાગી ગઈ હતી. આ અંગે જ્યારે હોસ્પિટલના સ્ટાફને જાણ થઈ ત્યારે તેમણે ખટોદરા પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા પૂજા કેવટ વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. વોર્ડમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ અંગે બાળકને ત્યજી દેનાર મહિલા વિરુદ્ધ ખટોદરા પોલીસ મથક ગુનો નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, પૂજા કેવટે ડિંડોલીનું જે એડ્રેસ લખાવ્યું હતું ત્યાં જઈને ડી-સ્ટાફની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, એડ્રેસ ખોટું હોવાનું જાણવા મળ્યું તેમજ તે એડ્રેસ ઉપર કોઈ મળ્યું પણ નહીં. તેમજ કેવટ સમાજને મળીને પણ મહિલાના નામ અને તેના વિષે પૂછપરછ કરવાં આવી છે. પરંતુ, સમાજના લોકોને પણ તેના વિષે કોઈ માહિતી નહીં હોવાંનુ જણાવ્યું હતું. જાણવા મળ્યું છે કે, આગળ હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે. મહિલાની અટક કર્યા બાદ જ સ્પષ્ટ થશે કે બાળકને તરછોડી જવા પાછળનું હેતુ શું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.