હાલ આત્મહત્યાના વધતા કેસોમાં ફરી એક એવો એસ સામે આવ્યો છે. જેમાં એક અકાઉન્ટન્ટે સુસાઇડ નોટ ખિસ્સામાં લઈ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક હેમંત પટેલે પારિવારિક ઝગડાને લઈ આત્મહત્યા કરી હોવાની આશંકાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરી બહેનનો મોબાઈલ નંબર લખી જતાં પોલીસ પરિવાર સુધી પહોંચી હતી. એટલું જ નહીં, પણ હેમંતે પર્સ, બાઇક, મોબાઈલ સહિતની તમામ વસ્તુઓ ઘરે છોડી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
અશોક નાગરેકરએ જણાવ્યું હતું કે, હેમંત નવીનચન્દ્ર પટેલ હીરા ઉદ્યોગમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. સંતાનમાં એક દીકરો અને 3 વર્ષની દીકરી છે. ‘હું આવું છું’ કહી સોમવારની રાત્રે ઘરેથી નીકળ્યો હતો. પર્સ, ઘડિયાળ, મોબાઈલ અને બાઇક પણ ઘરે જ છોડીને ગયો હતો. રાત્રે સાડાબાર વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી મૃતકની બહેનના મોબાઈલ નંબર પર ફોન આવતાં કંઈ અનહોની થઈ હોવાના સંકેત મળ્યા હતા.
વધુમાં તેણે જણાવ્યું હતું કે, દોડીને પોલીસ સ્ટેશન બાદ નંદનવન રેલવે બ્રિજ નીચે જતા હેમંતનો મૃતદેહ બે ભાગમાં કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં બહેનનો નંબર લખેલો હોવાથી પોલીસ પરિવાર સુધી પહોંચી હતી.
આ સુસાઇડ નોટમાં મારો મૃતદેહ મારી પત્નીને નહીં આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હેમંતના લગ્નને 13 વર્ષ થયાં છે. તેની માતા બહેન સાથે રહે છે. હેમંતે પારિવારિક ઝઘડામાં આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સુરતના પાંડેસરા નંદનવન રેલવે ઓવરબ્રિજ પાસેથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle