સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ: સનકી પ્રેમી જાહેરમાં યુવતીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી થયો ફરાર

Published on Trishul News at 4:22 PM, Wed, 25 October 2023

Last modified on October 25th, 2023 at 4:23 PM

Vishnu Vasava hits knife to girl in surat: સુરતમાં આજે વધુ ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સહેજમાં બનતા રહી ગઈ હતી.ખટોદરા વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ નજીક જાહેરમાં જ ઉશ્કેલાયેલા પ્રેમીએ પોતાની પ્રેમિકા(Vishnu Vasava hits knife to girl in surat) પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારે આ હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો અને હાલ પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે.

ખટોદરા વિસ્તારમાં રાયકા સર્કલ પાસે પોતાની પ્રેમિકા પર પ્રેમીએ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી ઈજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર માટે સુરત નવી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.જ્યાં ઇજાગ્રસ્ત યુવતીની વધુ સારવાર ડોક્ટર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. માથાના ભાગે કાન નજીક યુવતીને ઈજાઓ પહોંચી હતી.

પ્રેમી વિષ્ણુ વસાવા દ્વારા કોઈ બાબતે અણબન બનતા તેને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા કર્યા પછી પ્રેમી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. હાલ તબીબો દ્વારા યુવતીને સારવાર આપવાની સાથે સાથે એમએલસી પણ કરવામાં આવ્યું છે.

અત્ર ઉલેખનીય છે કે, સુરતમાં થોડાક દિવસો પહેલા જ એક આવો કિસ્સાઓ બન્યો હતો. સુરતની પર્વત પાટીયા ખાતે ડી.આર વલડઁની ઓયો હોટલમા નીલેશ સોડાગર નામના યુવકે પોતાની પ્રેમિકાના ચપ્પુના ધા માર્યા હતા.

Be the first to comment on "સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ: સનકી પ્રેમી જાહેરમાં યુવતીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી થયો ફરાર"

Leave a comment

Your email address will not be published.


*