મહાનગર પાલિકાના કર્મચારીએ પ્રેમિકા સાથે શરીરસુખ માણી, વિડીયો કર્યો વાયરલ

હાલમાં રાજ્યમાં કોરોના મહામારી તો સતત વધતી જ જાય છે, પરંતુ આની સાથે જ સ્ત્રીઓની સાથે થઈ રહેલાં માનસિક તથા શારીરિક અત્યાચારની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.

સુરત શહેર પાલિકાનાં ઉધના ઝોનનાં સફાઇ કર્મચારીએ સાથી મહિલા કર્મચારીની સાથે પ્રેમસંબંધ પછી માણેલ અંગત ક્ષણો મોબાઇલમાં કેદ કરી લીધી હતી. પ્રેમસંબંધ ભાંગી જતાં પ્રેમિકાને બદનામ કરવાનાં ઇરાદે યુવકે અશ્લીલ વીડિયો પોર્ન સાઇટ પર વાઈરલ કરી દીધો હતો.

પીડિતાએ ફરિયાદ આપતાં ઉધના પોલીસે ગુનો નોંધીને આરોપી બળવંત ગોહિલની ધરપકડ કરી હતી.પોલીસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાગળ પર ઢબુવાલાની ગલીમાં રહેતો બળવંત ત્રિકમભાઇ ગોહિલ ઉંમર વર્ષ 34 પાલિકાનાં ઉધના ઝોનમાં સફાઇ કામદારની ફરજ બજાવે છે.

બળવંતનો ઝોનમાં જ સફાઇકામ કરતી ભાઠેનાની માત્ર 25 વર્ષની યુવતીની સાથે પ્રેમસંબંધ હતો. વર્ષ 2013માં જ તેઓની વચ્ચે પ્રેમનાં બીજ ફૂટયા હતાં તથા કુલ 4 વર્ષ એટલે કે વર્ષ 2017 સુધી તેઓની વચ્ચે ઇલુ ઇલુ ચાલુ હતું. ત્યારપછી કોઇક કારણસર ખટરાગ ઊભો થતાં જ એમના પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું.

આ દરમિયાન જ્યારે તેઓનું અફેર ચાલી રહ્યું હતું ત્યારે બંનેએ પાલિકાનાં ખરવરનગર સ્થિત વોર્ડ ઓફિસમાં શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો તેમજ બળવંતે આ અંગત ક્ષણોને મોબાઇલમાં કેદ પણ કરી લીધી હતી. પ્રેમસંબંધ તૂટી ગયા એનાં કુલ 2 વર્ષ પછી એટલે કે ગત એપ્રિલ માસમાં બળવંતે આ અશ્લીલ વીડિયોને પોર્ન સાઇટ પર મૂકી દીધો હતો.

આ વીડિયો વાયરલ થતાંની સાથે જ પૂર્વ પ્રેમિકાની સમાજમાં ખુબ જ બદનામી પણ થઇ હતી. છેવટે પીડિતાએ ઉધના પોલીસમાં ફરિયાદ પણ નોધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધીને આરોપી બળવંત ગોહિલની ધરપકડ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *