Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદ વધુ એકવાર ધબધબાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારેથઈ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી શકે છે. ભારે વરસાદની(Ambalal Patel Rain Forecast) આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ ચુક્યું છે.
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરે છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાંપટા પડશે. દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ પણ પવન સાથે વરસાદ પડશે. આ સાથે જ મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી
આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી હતી આગાહી
તમને જણાવી દઈએ કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે તેઓએ જણાવ્યું છે કે, આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પડી શકે વરસાદ
મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે, ગુજરાત દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં હવે વરસાદ સાથે પવનનું જોર વધશે. કચ્છના ભાગોમાં 40થી 45 કિમી ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 25થી 30 કિમી ઝડપે પવન ફૂંકાશે. સાથે જ અમદાવાદમાં પણ 25 કિમી ઝડપે પવન ફૂંકાશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube