સુરત(Surat): શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ(Corona transition) આગળ ધકેલાઈ રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વેક્સિનેશન(Vaccination)ની કામગીરી ઝડપી કરી દેવામાં આવી છે. ગઈકાલે શહેરમાં 03 અને જિલ્લામાં કોઈ કેસ સામે આવ્યો નથી. જેથી પોઝિટિવ કેસની સંખ્યા 1,43,841 પર પહોંચી ગઈ છે. ત્યારે ફરી એક વખત કોરોનાએ સુરતની ચિંતામાં વધારો કર્યો છે.
સુરતના સિટીલાઈટ(Citylight) વિસ્તારમાં આવેલ જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસ(Gyan vrudhdhi classes)માં મહાનગરપાલિકા(SMC) દ્વારા એક વિદ્યાર્થી જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓના પણ પ્રશાસન દ્વારા કોરોના ટેસ્ટિંગ(Corona testing) કરવામાં આવ્યા હતા. જેમાં અન્ય 7 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે અને તંત્ર દ્વારા ક્લાસીસને 14 દિવસ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટ્યુશન ક્લાસીસમાં પણ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે:
મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ આરોગ્ય કમિશ્નર ડો.આશિષ નાયકે જણાવતા કહ્યું છે કે, સિટીલાઈટ વિસ્તારના જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસમાં વિદ્યાર્થી પોઝિટિવ આવતાની સાથે જ અમે 14 દિવસ માટે ક્લાસીસ બંધ કરાવી દીધું છે. જે મુજબ શહેરમાં શાળાઓની અંદર સંજીવની રથ ટેસ્ટિંગ કરવા માટે જાય છે. તેવી રીતે અમે તમામ ક્લાસીસમાં પણ આરોગ્ય સંજીવની રથની મદદથી કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવા માટે જઈ રહ્યા છીએ.
ઓફલાઈન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકોને પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમણે સરકારે આપેલી ગાઈડલાઈન્સનું પાલન જરા પણ બેદરકારી રાખ્યા વગર કરવાનું રહેશે. કારણ કે, ઓફલાઈન કલાસીસ દરમિયાન વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે અને વિધાર્થીઓ કોરોના સંક્રમિત થાય તો ચિંતામાં વધારો થઇ શકે છે. તેને કારણે પહેલેથી જ સાવચેતીના ભાગરૂપે સંચાલકોને સુચના આપવામાં આવી રહી છે.
કોરોનાના કેસોની સંખ્યા સુરતમાં ધીમે ધીમે વધી રહી છે. જરા પણ બેદરકારી દાખવવામાં આવશે તો આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવતા કોઈ નહિ રોકી શકે. વર્તમાન સમયમાં તહેવારને કારણે કોરોનાના કેસોમાં તો વધારો થઇ રહ્યો છે પરંતુ સાથે સાથે બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.