કેરળ વિધાનસભામાં હંગામા વચ્ચે રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રાજ્ય સરકારના પ્રસ્તાવને વાંચ્યો હતો. જો કે રાજ્યપાલે પહેલાં આ પ્રસ્તાવ વાંચવાની ના પાડી હતી પરંતુ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના અનુરોધ બાદ આ પ્રસ્તાવ તેમણે વાંચ્યો હતો. પ્રસ્તાવને વાંચતા પહેલાં રાજ્યપાલે વારંવાર પોતાની અસહમતિ વ્યક્ત કરી હતી.
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે સીએએ વિરૂદ્ધના ફકરાને વાંચવા હું મજબૂર છું કારણકે સીએમ એવું ઈચ્છે છે. જો કે મારું માનવું છે કે આ વાત કોઈ નીતિ કે અન્ય કાર્યક્રમ અંતર્ગત નથી આવતો. રાજ્યપાલે વધુમાં કહ્યું કે સીએમએ કહ્યું કે આ સરકારનો વિચાર છે અને તેમની ઈચ્છાનું સન્માન કરવા માટે હું આ ફકરો વાંચી રહ્યો છું. કેરળમાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યપાલના અભિભાષણમાં સીએએના ઉલ્લેખને લઈને ઊભા થયેલા વિવાદ પછી આજે નાગરિકતા કાયદાને લઈને કેરળ વિધાનસભામાં જોરદારો હોબાળો મચવા પામ્યો હતો.
કાયદાનો વિરોધ કરી રહેલા વિપક્ષી દળ યૂડીએફના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં જોરદાર સૂત્રોચ્ચારો કર્યા હતા. તેઓએ રાજ્યપાલ ગૃહમાં દાખલ થતા જ તેમનો રસ્તો રોકી દીધો અને તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા. આ દરમિયાન ધારાસભ્યોએ રિકોલ ગવર્નરના સ્લોગનવાળા પોસ્ટર્સ પણ લહેરાવ્યાં. આ પહેલાં મંગળવારે રાજ્યપાલે કેરળ વિધાનસભામાં પોતાના અભિભાષણમાં સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવનો ઉલ્લેખવાળો પેરગ્રાફ વાંચવાનો ઈનકાર કરી દીધો હતો.
તેઓએ સીએમ પિનરાઇ વિજયનને પત્ર લખીને કહ્યું કે ભાષણના આ ભાગને તેઓ મંજૂરી આપતા નથી. બજેટ સત્રની શરૂઆત પહેલાં મંત્રી પરિષદ દ્વારા તૈયાર રાજ્યપાલના અભિભાષણમાં નાગરિકતા સંશોધન કાયદાને ગેરબંધારણીય અને ભેદભાવપૂર્વક ગણાવવામાં આવ્યું. જો કે રાજ્યપાલે આ વાતને મંજૂરી આપી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.