નરેન્દ્ર મોદીના હેલીકોપ્ટર ની તપાસ કરવી IAS ઓફિસર ને પડી ભારે, રાતોરાત સસ્પેન્ડ કરાયા

Published on: 7:27 am, Thu, 18 April 19

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના સંબલપુર માં ચૂંટણી પ્રવાસ કર્યો હતો અને તે વખતે કર્ણાટક બેચના આઈ એ એસ ઓફિસર મોહમ્મદ મોહસીન સંબલપુર માં જનરલ ઓફ તરીકે નિયુક્ત હતા. તેમણે પીએમ મોદીના કાફલાની તલાશી લેવાની કોશિશ કરી હતી.

આ બાબતને લઈને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ચૂંટણી આયોગને ફરિયાદ કરવામાં આવી હતી છે. પછી ચૂંટણીપંચે એક્શન લઈને તાત્કાલિક અસરથી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ અહેવાલમાં જાણો શું છે સમગ્ર મામલો.

ચૂંટણીપંચે કર્ણાટકના એક આઇએએસ ઓફિસર ની કથિત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાના હેલિકોપ્ટર તપાસ કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અધિકારીનું નામ મોહમ્મદ મોહસીન છે. જેમણે જનરલ ઓબ્ઝર્વર તરીકે પોતાના કાર્યક્ષેત્રમાં આવતા તપાસના કામે હેલિકોપ્ટર ની તપાસ કરી હતી, પરંતુ ચૂંટણીપંચને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા અપાયેલી ફરિયાદમાં કહેવાયું છે કે, એસપીજી સુરક્ષા હોવા છતાં તલાશી લઈ ને તેમણે ચૂંટણી પંચના નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે.

મોસીન વર્ષ 1996 બેચના કર્ણાટક કેડરના આઇએએસ ઓફિસર છે. જેમને જનરલ ઓબ્જર્વર તરીકે ભારતીય ચૂંટણી પંચે નિયમ અનુસાર પોતાના કાર્યક્ષેત્રના બહારના વિસ્તારમાં ફરજ પર નિયુક્ત કરાયા હતા. મોહમ્મદ મોહસિન મૂળ પટનાના રહેવાસી છે. અને કર્ણાટક સરકારમાં સોશ્યલ વેલ્ફેર વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ કર્ણાટક કેડરમાંથી આઈએએસ બન્યા છે. તેમણે પટના યુનિવર્સિટીમાંથી એમ.કોમ.ની ડિગ્રી મેળવી છે અને વર્ષ 1994માં યુપીએસસી સિવિલ સર્વિસ ની પરીક્ષા દિલ્હીમાં આપીને પાસ થયા છે.


ચૂંટણીપંચની આ કાર્યવાહી બાદ ચૂંટણી પંચે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તેમને આગળનો નિર્ણય ન આવે ત્યાં સુધી સંબલપુર માં જ રોકાઈ ને ફરજમોકુફી નું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.