વડોદરા(ગુજરાત): હાલ ચોમાસું ગુજરાતમાં જામ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાએ ભૂવા પડ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. તેની સાથે આ ભુવામાં વાહનો પણ પડી રહ્યા છે. જેને કારણે પ્રિ-મોન્સુનની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વડોદરાનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે ચાલુ વરસાદમાં એક એક્ટવા ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો છે. ત્યારે પાણી ભરાયેલા એક ભૂવામાં એક્ટિવા સાથે પડી જાય છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
વિડીયો વડોદરાનો છે,
જ્યાં ભાજપ શાસિત @VMCVadodara એ,
રોડના નાણાં ગજવાભેગા કરીને, લોકોના
હાડકા ભાંગવાની પુરી વ્યવસ્થા કરી રાખી છે. pic.twitter.com/ToorUmC0k2
— Arjun Modhwadia (@arjunmodhwadia) July 24, 2021
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને લોકો પ્રિ-મોન્સુનની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે, આ પ્રકારની બેદરકારીને કારણે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ સ્વીકારશે ?
બીજી તરફ આ મામલે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપતા વિકાસ ખાડામાં ગયો હોવાનું જણાવે છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ આ અંગે ટીખળ કરતા કહ્યું હતું કે, રોડના નાણા ગજવાભેગા કરીને લોકોના હાડકા ભાંગવાની પૂર્ણ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.