સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા આપઘાતના બનાવો દરમિયાન ફરીવાર સુરતમાંથી એક બનાવ સાથે આવ્યો છે. જેમાં સુરતના વેસુમાં 10 માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયર દ્વારા એક કલાકની ભારે દિલધડક મહેનત બાદ બચાવી લેવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, માનસિક તણાવમાં મહિલાએ મોતને વ્હાલું કરવા લગભગ 120 ફૂટની ઊંચાઈએથી નીચે કૂદકો મારવાનો પ્રયાસ કરતા પરિવારના હોશ ઉડી ગયાં હતાં.
ફાયરના જવાનો દ્વારા 54 મીટર સુધી ઊંચે જતી સીડીવાળી TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેરનોટ સાથે રેસ્ક્યૂના ત્રણેય વિકલ્પ સાથે મહિલાને બચાવી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ફાયરની સમય સૂચકતાથી પરિવારને વિખેરાતા બચાવી લીધો હતો. કોરોનામાં પારિવારિક 2 સભ્યોના ઉપરા ઉપરી મૃત્યુ બાદ મહિલા માનસિક તણાવમાં રહેતી હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
આ અંગે ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ રાત્રિના 10 વાગ્યાનો કોલ હતો. એક મહિલા વેસુ નંદનવન-1ના 10 માળે ગેલેરીમાંથી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળતા તાત્કાલિક ફાયરના જવાનો TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેર નોટ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. એક બાજુ TTL ગાડીની 54 મીટરની ઉંચાઈ સુધી લઈ જવાતી સીડીની મદદ લેવાઈ હતી. બીજી બાજુ જમ્પિંગ સીટ ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરવામાં આવી હતી અને ત્રીજી ટીમ ચેરનોટ એટલે કે, શરીરે દોરડા બાંધી 11મા માળેથી 10 માળે ઉતરવાની કોશિશ કરી મહિલાને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, ફાયરે ત્રણેય વિકલ્પ સાથે કામગીરી કરી ચોથી બાજુ મહિલાને વાતોમાં ફસાવી લીધી હતી. જેને લઈ ચેરનોટની ટીમ દ્વારા અચાનક ઉપરથી ગેલેરીમાં કુદી મહિલાને પકડીને ખેંચી લેવામાં આવી હતી. આ રીતે મહિલાનો બચાવ થતા જોઈને આખો પરિવાર ભાવુક થઇ ગયો હતો. અનેકવાર આભાર વ્યક્ત કરીને કામગીરીના પણ ભરપેટ વખાણ કર્યા હતાં. વેપારી પરિવારની મહિલાએ કોરોનામાં પરિવારના બે વૃદ્ધ ગુમાવ્યા બાદ તેઓ માનસિક તણાવમાં રહેતા હતાં. આ ઉપરાંત, તેઓ પહેલા પણ 2 વાર આપઘાતની કોશિશ કરી ચુક્યા હોવાનું પરિવારે જણાવ્યું છે. જાણવા મળ્યું છે કે, મહિલાની તબિયત સારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.