ગુજરાત(Gujarat): આગામી વિધાનસભા 2022ની ચૂંટણી(2022 Assembly elections)ને લઇને કોંગ્રેસે(Congress) તડામાડ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ માટે નિયુક્તિ કરવામાં આવી રહી છે. નવા પ્રદેશ પ્રમુખ મામલે પ્રભારી રઘુ શર્મા(Raghu Sharma)એ નિયુક્તિ લીધી છે. ત્યારે હવે નવા ત્રણ નેતાઓએ પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી કરી છે. જેમા કનુ કલસરિયા(Kanu Kalasaria), નરેશ રાવલ(Naresh Rawal) અને મનહર પટેલ(Manhar Patel)ના નામ છે.
અધ્યક્ષ બનવા માટે પ્રભારી અને હાઇકમાન્ડ સામે દાવેદારી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ માટે ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki) તથા અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia)ના નામો ચર્ચાઈ રહ્યા છે. તેમજ પ્રદેશ પ્રમુખ માટે હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂંજા વંશનું નામ પણ રજૂ કરવામાં આવ્યું છે. કનુ કલસરિયાએ જણાવતા કહ્યું છે કે, પાર્ટી મને તક આપે તો મારી પાસે રોડમેપ પણ તૈયાર છે. જ્યારે નેતા વિપક્ષ માટે પૂંજા વંશ, શૈલેષ પરમાર અને વિરજી ઠુમ્મર સહિતના નામોને રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે કનુ કલસરિયાનું કહેવું છે કે, પાર્ટી મને ચાન્સ આપે તો મારી પાસે પણ આગામી રણનીતિને લઈને રોડમેપ તૈયાર છે.
ગુજરાત કોંગ્રસના અધ્યક્ષ માટે આ નામો ચર્ચામાં:
ગુજરાત કોંગ્રસના અધ્યક્ષ માટે કનુ કલસરિયા, નરેશ રાવલ, મનહર પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલના નામો હાલ ચર્ચાઈ રહ્યા છે.
વિપક્ષ નેતાના પદ માટે આ નામો ચર્ચામાં:
ગુજરાત કોંગ્રસના વિપક્ષ નેતાના પદ માટે પૂજા વંશ, શૈલેષ પરમાર અને વિરજી ઠુમ્મરનું નામ હાલમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આગામી સમયમાં જોવું રહ્યું કે કોણે વિપક્ષના પદ માટે સ્થાન આપવામાં આવે છે.
ગુજરાત કોંગ્રેસમાં થશે મોટા બદલાવ:
ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં સતત નબળું પ્રદર્શન કરી રહી છે ત્યારે પ્રભારી સાથે પ્રમુખોની બેઠક બાદ આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થઈ શકે છે. જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખો સાથે રઘુ શર્માએ બેઠક કરી નવા માળખા માટે નિયુક્તિ કરવાની કામગીરી મોટા પાયે હાથ ધરી દેવામાં આવી છે. આ બેઠકમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા અને તાલુકા મથક પર કોંગ્રેસને મજબૂત કરવા માટે આગામી રણનીતિનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ સાથે સાથે જિલ્લા સંગઠનના નવા માળખાને લઈને પણ આ બેઠકમાં અગત્યની ચર્ચા કરવામાં આવી છે.
રઘુ શર્માની રણનીતિ શું ગુજરાતમાં લાવશે બદલાવ?
જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રભારીનું પદ ખાલી રહ્યું હતું તેને કારણે પક્ષમાં અગત્યની નિમણૂકો મુશ્કેલીમાં મુકાઈ હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક થતાની સાથે જ તેઓ ગુજરાતમાં કોંગ્રેસને ફરી એક વખત બેઠી કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે. રઘુ શર્માએ આજે લાંબા સમયથી જેની રાહ જોવામાં આવતી હતી તે પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષ નેતાના પદની પસંદગીની કામગીરીની શરૂઆત કરી દીધી છે. જેમાં તેમને કોંગ્રેસના ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજીને આ અંગે નિયુક્તિ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ બેઠક દરમિયાન જૂના ચહેરાઓ સાથે નવા ચહેરાઓની પણ ભારે ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રભારીની સક્રિયતાને જોતા હવે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ અને નેતા વિપક્ષ માટે વધારે સમય રાહ નહીં જોવી પડે તેવું હાલની કામગીરીને જોતા લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.