આપણે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં નાના બાળકો બટન, સિક્કો કે રબર ગળી જતાં હોય છે. તેથી બાળકોને મુશ્કેલી સર્જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં સફળ ઓપરેશન દ્વારા વસ્તુ બહાર કાઢવામાં આવે છે. આજે આપણે આવીજ એક ઘટના વિષે ચર્ચા કરીશું. આ ઘટના રાજકોટથી સામે આવી છે.
એક બાળકીના નાકમાં રમતાં-રમતાં રબ્બર જતું રહ્યું હતુ. પરિવારને આ બાબતે કોઈ જાણ ન હતી. અવાર-નવાર બાળકીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. પરિવારે અનેક દવા કરાવી પણ કોઈ ફેર પડ્યો ન હતો. ત્યાર બાદ રાજકોટમાં ENT સર્જન હિમાંશુ ઠક્કરને ત્યાં તપાસ કરવામાં આવી અને ત્યારે નાકમાં રબ્બર ફસાઈ ગયું હોવાની જન થઇ હતી.
ત્યારબાદ ઓપરેશન કરી તેને રબ્બર કાઢી લેવામાં આવ્યું હતું. આ ઘટના રાજકોટમાં રહેતા ત્રિવેદી પરિવારની છે. 10 વર્ષની સુહાનીને લગભગ ત્રણ મહિનાથી નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. પરિવારે અનેક દાવો કરી પણ રાહત મળી નહી. ત્યાર બાદ ડૉ.હિમાંશુ ઠક્કરને ત્યાં તપાસ કરવામાં અવી હતી અને ત્યારે દૂરબીન વડે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને બહાર કાઢ્યો હતો.
સુહાનીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહીની સાથે સાથે લોહી પણ નીકળતું હતું. સતત શરદી અને નાક બંધ થઈ જવાની તકલીફ પણ તકલીફ ઊભી થઈ હતી. ત્યાર બાદ ડૉ.હિમાંશુ ઠક્કર પાસે સુહાનીને લઈ ગયા. ત્યારે દૂરબીન વડે તપાસ કરતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.
ડૉ.હિમાંશુ ઠક્કર સત્યે વાત કરતા તેમને જણાવ્યું કે, નાના બાળકો રમતાં-રમતાં ક્યારેક કાન-નાક કે ગળામાં કોઈ વસ્તુઓ નાખી દેતાં હોય છે. તેના કારણે ગંભીર પરિસ્થિતિ પણ સર્જાય શકે છે. માતા પિતાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા બાળકોએ આ કારણો સર પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ કિસ્સો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.