તહેવારો પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર: સિંગતેલના ભાવમાં થયો મોટો ઘટાડો- જાણી લો એક ડબ્બાનો નવો ભાવ

Edible Oil Prices in Gujarat: ગુજરાતમાં ગૃહિણીઓ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દરરોજ વધતી મોંઘવારી (inflation)ની વચ્ચે હવે ખાદ્યતેલના ભાવમાં મોટો (Edible oil prices fall) ઘટાડો જોવા મળ્યો છે. નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થયો છે. સતત ભાવ વધારા પછી હવે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. જો વાત કરવામાં આવે તો સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 340 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

સિંગતેલના ભાવમાં ધરખમ ઘટાડો
આજે ફરી સિંગતેલના ભાવમાં રૂ. 20નો ઘટાડો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.340નો ઘટડો થયો છે. મગફળીની આવક થતાં સતત તેલના ભાવ ઉતરી રહ્યા છે. સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.2910 થયા છે.

3000ને પાર થઈ ગયો હતો સિંગતેલનો ભાવ
રાજ્યમાં થોડા સમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો હતો, જેના કારણે ગૃહિણીઓમાં દેકારો બોલાઈ ગયો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો થતો હતો, જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી છે.

અનાજ-કરિયાણાના વેપારીઓના જણાવ્યા અનુસાર, મગફળીની આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો થય છે. જે રીતે ભાવ ઘટી રહ્યા છે તે જોતા તહેવારમાં સસ્તુ સિંગતેલ લોકોને મળી તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2930 હતો, તેમાં રૂ.20 ઘટાડો થતાં હવે ભાવ રૂ.2910એ પહોંચ્યા છે. એક અઠવાડિયામાં જ સિંગતેલના ભાવમાં રૂ.340નો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *