કોરોના વાયરસને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી શ્રેણી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ 15 માર્ચે લખનૌમાં અને ત્રીજી વનડે મેચ 18 માર્ચે પ્રેક્ષકોની હાજરી વગર કોલકાતામાં રમાશે. મેચના આયોજકોએ વેચાયેલ ટિકિટના પૈસા પરત આપવાનો નિર્ણય લીધો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ લખનઉમાં રમાવાની છે. હવે આ મેચ ખાલી સ્ટેડિયમમાં દર્શકોની હાજરી વગર રમવામાં આવશે. અત્યાર સુધીમાં કરોડની ટિકિટ વેચાઇ હતી, પરંતુ હવે તે પ્રેક્ષકોને પરત આપવામાં આવશે.
આ શ્રેણીની છેલ્લી મેચ કોલકાતામાં 18 માર્ચે રમવાની છે. આ મેચ માટે વેચાયેલી બધી ટિકિટો દર્શકોને પાછા આપી દેવામાં આવશે. આજના દિવસે જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
કોરોના વાયરસને કારણે 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલની નવી સીઝન પણ જોખમમાં છે. રમત મંત્રાલયે બીસીસીઆઈને મેદાનમાં કોઈપણ દર્શકો વિના આઈપીએલનું આયોજન કરવાનું કહ્યું છે. જોકે, બીસીસીઆઈએ હજુ સુધી આઈપીએલના સંચાલન અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. 14 માર્ચે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થવાની ધારણા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.