સ્વતંત્રતા દિન નિમિત્તે ગુજરાતના આટલા કર્મનિષ્ઠ પોલીસ કર્મીઓને એનાયત થશે એવોર્ડ- આ છે નામની યાદી

આવતીકાલે એટલે કે, 15 ઓગસ્ટના રોજ ‘સ્વતંત્રતા દિવસ’ ના પાવન અવસરે પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ઠ તથા સરાહનીય સેવા આપનાર પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે કે, જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.

સમગ્ર દેશના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે એમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓનો સમાવેશ થાય છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ આપવામાં આવશે.

રાજ્યના 19 પોલીસ કર્મીઓને ‘શ્રેષ્ઠ કામગીરી’ માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે કે, જેમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે તો ગુજરાતના 17 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે.

આની સાથે જ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. આની ઉપરાંત ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી આટલા અધિકારીઓને એનાયત થશે એવોર્ડ:

હરપાલસિંહ રાઠોડ, DySP હાલોલ, પ્રેમજીભાઈ પરમાર, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર, દુર્ગેશ ભાઈ પટેલ, DySP – SRPF ભરૂચ, અરજણભાઈ બારડ, DySP – SRPF  રાજકોટ, અનિલ કુમાર પટેલ, DySP – SRPF સુરત, દશરથ સિંહ ગોહિલ, DySP, IB ગાંધીનગર, હર્ષ કુમાર ચૌધરી, DySP, SRPF અમદાવાદ, જ્યોતિન્દ્રાગીરી ગોસ્વામી, PI ગાંધીનગર

બકુલભાઈ ગુંદાની, DySP ગાંધીનગર, પ્રવીણભાઈ ચૌધરી, DySP બનાસકાંઠા, રાજેન્દ્રસિંહ સિસોદિયા, ASI ગોધરા, રમેશચંદ્ર વાઘેલા, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, જગદીશભાઈ દવે, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મનીષ કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, જિતેન્દ્ર કુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ – સુરત, નરેન્દ્ર કુમાર ગોંડલિયા, ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર, પ્રવીણભાઈ વણઝાર, PSI – અમદાવાદ ATS, મોહમ્મદ રફીક ચૌહાણ, ASI – રાજકોટ રૂરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *