ન્યુઝીલેન્ડે તેમની 15 સભ્યોની ટીમને ફાઇનલ કરી દીધી છે. જે શુક્રવારથી સાઉધમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારત સામે ટકરાશે. ઇંગ્લેન્ડ સામેની બે મેચની શ્રેણીના ભાગરૂપે આ ટૂર માટે મૂળ 20 સભ્યોની ટીમમાં ડગ બ્રેસવેલ, જેકબ ડફી, ડેરિલ મિશેલ, રચિન રવિન્દ્ર અને મિશેલ સાંટનેર સહિત પાંચ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
ન્યુઝીલેન્ડે સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે મિશેલ સાંટનેર ને બદલે અજાઝ પટેલને પસંદ કર્યો છે. ઇંગ્લેન્ડ સામેની બંને ટેસ્ટમાં પટેલે ચાર વિકેટ ઝડપી હતી. ત્યારે આ મૂળ ભારતીય ખેલાડીને ટીમ માં જગ્યા આપીને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ઈમોશનલ કાર્ડ ખેલ્યું છે.
ન્યુ ઝિલેન્ડના કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે, ટીમને ઘણું બધું આપનારા યુવાનોને વિદાય આપવી સહેલી નથી. સ્ટેડે કહ્યું કે એજબેસ્ટનમાં પટેલની પ્રભાવશાળી બોલીંગે તેને ટીમમાં સ્થાન અપાવ્યું છે. સ્ટેડે કહ્યું કે, “અમે એજબેસ્ટન ખાતે શાનદાર પ્રદર્શન બાદ અજાઝ ને અમારા નિષ્ણાત સ્પિનર તરીકે લઇ ગયા હતા અને અમારું માનવું છે કે તે બાઉલમાં પણ આવું જ પરીબળ બની શકે.”
અજાઝ પટેલએ ન્યુઝીલેન્ડનો ક્રિકેટર છે, જે ન્યુઝીલેન્ડના ઘરેલુ ક્રિકેટમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ તરફથી રમે છે. તેણે ઓક્ટોબર 2018 માં ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અને ટેસ્ટ ડેબ્યુ માં જ ઈનિંગમાં પાંચ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. તે આઠ વર્ષનો હતો ત્યારે તે તેના પરિવાર સાથે મુંબઇથી ન્યુઝીલેન્ડ ગયો હતો, અગાઉ તે ડાબોડી ફાસ્ટ બોલર હતો. મે 2020 માં, ન્યુઝિલેન્ડ ક્રિકેટે તેમને 2020-21 સીઝન પૂર્વે કેન્દ્રીય કરાર કરી બોર્ડના કાયમી ખેલાડીનો દરજ્જો આપ્યો.
ન્યૂઝીલેન્ડની ટીમ ની વાત કરીએ તો એ આ પ્રમાણે છે.: ન્યુઝીલેન્ડ સ્ક્વોડ: કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, કોલિન ડી ગ્રાન્ડહોમ, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લેથામ, હેનરી નિકોલ્સ, અજાઝ પટેલ, ટિમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર, બી.જે. વોટલિંગ, વિલ યંગ
WTC ફાઇનલ માટે ભારતની ટીમ: રોહિત શર્મા, શુબમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, એક્ઝાર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ (ફિટનેસ ક્લિયરન્સ બાકી), વૃદ્ધિમન સાહા (વિકેટકીપર; ફિટનેસ ક્લિયરન્સબાકી). સ્ટેન્ડબાય ખેલાડીઓ: અભિમન્યુ ઇસ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણ, અવવેશ ખાન, અરજાન નાગવાસવાલા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.