સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે કોરોનાના કેસોમાં ફરી એક વખત ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં દિવસેને દિવસે સતત કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે જે ખુબ જ ચિંતાજનક બાબત કહી શકાય.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૩,૨૬૩ નવા કેસો સામે આવ્યા છે જેને લીધે ફરી એક વખત ચિંતામાં વધારો થયો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૧,૩૯,૯૮૧ પહોંચી ગઇ છે. સાજા થવાનો દર ૯૭.૪૮ ટકા થઇ ગયો છે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવેલ છે.
24 કલાકમાં થયા આટલા લોકોના મોત:
જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૩૩૮ લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૭૪૯ પહોંચી ગઇ છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૩,૯૩,૬૧૪ થઇ ગઇ છે. જે કોરોનાના કુલ કેસોના ૧.૧૯ % થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૨૩૫૮ કેસોનો ધરખમ વધારો થયો છે.
પોઝિટીવ રેટ:
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૮,૧૭,૬૩૯ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. તેની સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૩,૬૮,૧૭,૨૪૩ થઇ ગઇ છે. દરરોજનો પોઝિટિવ રેટ ૨.૩૮ % રહ્યો છે. જ્યારે અઠવાડિયાનો પોઝિટીવ રેટ ૨.૪૩ % રહ્યો છે. જે છેલ્લા ૭૬ દિવસથી 3%ની નીચે રહ્યો છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૩૮ લોકો મોતને ભેટ્યા છે. જે પૈકી ૧૮૧ મોત કેરળ રાજ્યમાં અને ૬૫ મોત મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૪૧,૭૪૯ લોકો મોતને ભેટ્યા છે. જે પૈકી સૌથી વધુ ૧,૩૭,૯૬૨ મોત મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.