હાલ તમિલનાડુ પ્રીમિયર લીગ ચાલી રહી છે. જેમાં કેટલાક સ્થાનિક ક્રિકેટર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા પણ આ લીગના માધ્યમથી કેટલાક ક્રિકેટર નેશનલ લેવલે પહોંચ્યા છે અને આઈપીએલમાં પણ રમતા નજરે આવ્યા છે. એવો જ એક ખેલાડી છે પેરિયાસ્વામી, જે એક ઝડપી બોલર છે.
પેરિયાસ્વામીએ તેની ઝડપી બોલિંગ અને એક્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. પેરિયાસ્વામી જસપ્રીત બુમરાહ અને મલિંગા જેવી બોલિંગ કરે છે. તે ચેપોક સુપર ગિલ્લીઝ માટે રમે છે અને સીઝનમાં ડિંડીગુલ ડ્રેગન્સ સામે પહેલી વાર મેદાન પર ઉતર્યો હતો. 25 વર્ષનો આ બોલર અમ્પાયરના ઘણી નજીકથી બોલ નાખે છે. જેના કારણે બેટ્સમેનને તેની બોલિંગનો અનુમાન લગાવવું મુશ્કેલ થાય છે. પેરિયાસ્વામીની બોલિંગ સ્પીડ 135-140 કિમી પ્રતિ કલાક નજીક છે. સ્વામી તેના સ્લિંગી એક્શનના કારણે બેટ્સમેન માટે મુસીબત ઉભી કરે છે
આપને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રતિભાશાળી ખેલાડી એક આંખથી જોઈ શકતો નથી. પરંતુ આ ખામીને પરિયાસ્વામીએ ક્યારે તેના લક્ષ્ય આડે આવા દીધી નથી. આ સીઝનમાં પરિયાસ્વામીએ અત્યાર સુધી 4 મેચમાં 7 વિકેટ ઝડપ્યા છે. આ દમિયાન તેની ઇકોનોમી 5.73 રહી છે.
☝️Sweet sound of timber!
Periyaswamy showcased his bag of variations to scalp 2 crucial wickets up top for the @supergillies enroute to their win over @TeamKaraikudi!#NammaPasangaNammaGethu #TNPL2019 pic.twitter.com/DJ2K9DzRUq— TNPL (@TNPremierLeague) 27 July 2019
પરિયાસ્વામી બોલિંગમાં જબરદસ્ત રીતે ફેરફાર કરવામાં માહિર છે. તે ઝડપી બોલ સાથે સ્લોઅર બોલ કરવા માટે પણ જાણીતો છે. કરાઇકુડી કલાઇ સામે તેને 3 ઓવરમાં માત્ર 9 રન આપી 2 વિકેટ ઝડપ્યા હતા.