દુરદર્શન પર આવેલા એક સમાચારે પાકિસ્તાનને ઈર્ષાની આગમાં બાળ્યું- જાણો અહી

પાકિસ્તાનના કબજા હેઠળ રહેલા કાશ્મીર (POK)ના મીરપુર, મુઝફ્ફરાબાદ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના હવામાનની વિગતો આપતા ભારતીય અહેવાલ જોઇને પાકિસ્તાનને હૈયા ફાળ પડી છે. પાકિસ્તાન આ સહન ન થતા બણગાં ફૂંક્યા કે આ કાયદેસર રીતે વ્યાજબી નથી અને આવું કરવાથી અમરી જમીન ભારતની થઇ જવાની નથી અને કહ્યું હતું કે આ પ્રદેશની પરિસ્થિતિ બદલી શકાતી નથી.

નોંધનીય છે કે સરકારના બ્રોડકાસ્ટર્સ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોએ શુક્રવારથી તેમના પ્રાઇમ ટાઇમ ન્યૂઝ બુલેટિનમાં પીઓકેના આ વિસ્તારોની હવામાનની જાણકારી આપવાનું કર્યું છે. આનાથી ગિન્નાયેલા, પાકિસ્તાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ગયા વર્ષે જાહેર કરાયેલા ભારતના કથિત ‘રાજકીય નકશા’ની જેમ, કાયદેસર નથી.

દેશના હવામાન આગાહી કરનાર ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ તેના હવામાન વિભાગના જમ્મુ-કાશ્મીરના પેટા વિભાગને ‘જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ’ તરીકે દેખાડવાનું શરુ કર્યું છે, જે પાકિસ્તાન પચાવી શકતું નથી.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ખાનગી ન્યુઝ ચેનલો પણ પીઓકેના વિસ્તારોને હવામાન અંગેના અહેવાલો દેખાડવાનું શરૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *