દેશમાં કોરોના(Corona)ના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે. જે શુક્રવાર કરતા 2.9% વધુ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 4,32,83,793 થઈ ગયા છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં 4,165 કેસ હતા. આ પછી, કેરળ(Kerala)માં 3,162, દિલ્હી(Delhi)માં 1,797, હરિયાણા(Haryana)માં 689 અને કર્ણાટક(Karnataka)માં 634 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,19,903 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નવા કેસોમાંથી 79.05% માત્ર આ પાંચ રાજ્યોમાં જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જ 31.51 ટકા કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 23 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ મૃત્યુઆંક વધીને 5,24,840 થયો છે. જોકે, રાહતની વાત એ છે કે દેશમાં રિકવરી રેટ 98.63% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8,148 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,26,90,845 થઈ ગઈ છે. ભારતમાં કુલ 68,108 એક્ટીવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 5,045 એક્ટીવ કેસ વધ્યા છે.
આ સિવાય દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14,99,824 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,96,00,42,768 લોકોએ કોવિડ રસીકરણ કરાવ્યું છે.
આ પહેલા શુક્રવારે દેશમાં કોરોનાના 12847 કેસ જોવા મળ્યા હતા. જ્યારે 14 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. તે ગુરુવાર કરતાં 5.2 ટકા વધુ હતો. મહારાષ્ટ્ર સૌથી વધુ 4,255 કેસ સાથે યાદીમાં ટોચ પર છે. આ પછી કેરળમાં 3,419, દિલ્હીમાં 1,323, કર્ણાટકમાં 833 અને હરિયાણામાં 625 કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.