કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હળ્વ્યા બાદથી પાકિસ્તાની નેતાઓ, નિષ્ણાંતો અને અધિકારીઓની ઉંઘ હરામ થઇ છે. સ્થાનિક લેવલથી લઇને આંતરરાષ્ટ્રિય સ્તર સુધી તેઓ આ અંગે રોદણા રોવે છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાને કાશ્મીરને વૈશ્વિક મુદ્દો બનાવવાનો પ્રયત્ન પણ કર્યો જેમાં તેમને સફળતા મળી નથી.
અત્યાર સુધી પાકિસ્તાન અવાર નવાર ભારત પર હૂમલો કરવાની ધમકી આપતુ હતું, પરંતુ હવે પાકિસ્તાની નિષ્ણાંતોને ભારતના હૂમલાનો ડર લાગી રહ્યો છે. પાકિસ્તાની નેતાઓ અને નિષ્ણાંતો લાગે છે કે ભારત ૧૦ દિવસની અંદર જ પીઓકે એટલે કે પાક. અધિકૃત કાશ્મીર પર હૂમલો કરશે.
જે રીતે અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મિટીંગો થઇ રહી છે, તે જોતા પાકિસ્તાની નેતાઓ ચિંતિત છે. તેમનો સતત એવો ભય લાગી રહ્યો છે કે કાશ્મીર બાદ હવે ભારત પીઓકે પર હૂમલો કરશે. મંગળવારે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ પરના કાર્યક્રમમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના વકીલ અકરમ શેખે જણાવ્યુ હતુ કે ભારત આગામી દસ દિવસની અંદર જ પીઓકેમાં હૂમલો કરશે.
તેમને જ્યારે આ અંગેનો તર્ક પુછવામાં આવ્યો તો જણાવ્યુ કે જે રીતે અમેરિકાના હ્યુસ્ટનમાં મોદી અને ટ્રમ્પની જુગલબંધી જોવા મળી, તે પરથી લાગે છે કે ભારત અમેરિકાને સાથે રાખીને હૂમલો કરી શકે છે. હવે ભારત બચાવની જગ્યાએ હૂમલાની રણનિતિ પર કામ કરશે. આ ટીવી કાર્યક્રમની અંદર મહોમ્મદ અલી શેખ અને મહોમ્મદ ખુર્શીદ પણ ઉસ્થિત હતા. તે બનેએ જણાવ્યુ કે પાકિસ્તાન તમામ પ્રકારના હૂમલા માટે તૈયાર છે.
તો બીજી બાજુ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એક વખત યુદ્ધની ધમકી આપી છે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચેની દોસ્તી અને ત્રણ દિવસમાં જ બે બેઠકો બાદ ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સાથે યુદ્ધની સંભાવના હોવાનું જણાવ્યુ છે. વધુમાં તેણે કહ્યુ કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ બંને દેશોનો આમનો સામનો થઇ શકે છે. કાશ્મીર અંગે ફરી ઇમરાન ખાને ઝેર ઓકતા જણાવ્યુ છે કે કાશ્મીરમાં છેલ્લા ૫૦ દિવસથી લોકોને કેદ કરી રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.