હવે ભારત રશિયાના વિકાસ માટે આપશે એક અબજ ડોલર. જાણો બદલામાં ભારતને શું ફાયદો ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુરૂવારે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (ઈ.ઈ.એફ.)માં કહ્યું કે રશિયાના પૂર્વીય ભાગના વિકાસ માટે ભારત ઍક અબજ ડોલરની લાઈન ઓફ ક્રેડિટ આપશે. ઈઈએફમાં મોદીએ કહ્યું કે વ્લાદિમિર પુતિને આ કાર્યક્રમ માટે મને ભારતમાં ચૂંટણી પહેલાથી જ આમંત્રણ આપ્યું હતું. બીજીબાજુ વ્લાદિમિર પુતિને જી7/જી8 જેવી આંતરરાષ્ટ્રીય સંસૃથામાં ભારત અને ચીનના સમાવેશ માટે તૈયારી દર્શાવી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સરકાર એક્ટ ઈસ્ટ મિશન પર કામ કરી રહી છે. જેના હેઠળ ભારત અને રશિયા વચ્ચે લગભગ 50થી વધુ વ્યાપારિક કરાર થયા છે. બીજીબાજુ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે ભારત આૃથવા ચીન વિના અસરકારક આંતરરાષ્ટ્રીય સંસૃથાની કલ્પના કરવી મુશ્કેલ છે.

સાથે-સાથે ઈઈએફને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને રશિયા સાથે આવવાથી વિકાસની ઝડપને 1+1=11 બનાવવાની તક છે. તાજેતરમાં જ અમારા દેશમાંથી અનેક નેતા અહીં આવ્યા અને અનેક વિષયો પર ચર્ચા કરી. ભારત પ્રકૃતિ બચાવવા માટે અનેક પગલાં ભરી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે રશિયાના પૂર્વીય ભાગના વિકાસ માટે ભારત ઍક અબજ ડોલરની લાઈન ઓફ ક્રેડિટ આપશે. સૌપ્રથમ વખત એવું બન્યું હશે કે ભારત કોઈ દેશના ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે લાઈન ઓફ ક્રેડિટ આપી રહ્યું છે. મારી સરકારની એક્ટ ઈસ્ટ પોલિસીએ પૂર્વ એશિયાને સક્રિય કર્યું છે.

આજની આ જાહેરાત ‘એક્ટ ફાર ઈસ્ટ’ માટે મહત્ત્વની સાબિત થશે તેવો મને વિશ્વાસ છે. આ પગલું આિર્થક ડિપ્લોમસીમાં પણ એક નવું પરિમાણ ઉમેરી રહ્યું છે. મિત્ર રાષ્ટ્રોના પ્રદેશોના વિકાસમાં અમે તેમની પ્રાથમિક્તા મુજબ સક્રિય ભાગીદાર બનીશું તેમ મોદીએ ઉમેર્યું હતું. મોદીએ આ દરમિયાન રશિયાના આ પૂર્વીય ભાગના બધા જ 11 ગવર્નરોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.

મોદીએ કહ્યું કે આજે ભારત અને રશિયાના સંબંધો ઐતિહાસિક સ્તર પર છે. ભારત અને રશિયા મળીને અવકાશનું અંતર પાર કરશે અને સમુદ્રના ઊંડાણને પણ માપશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે જહાજ ચાલશે.

મોદીએ કહ્યું કે ભારત હંમેશા બીજા દેશોની સરહદોનું સન્માન કરે છે. વડાપ્રધાને આ દરમિયાન કહ્યું કે ભારત આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી ઊજવી રહ્યું છે.

ટોલ્સટોય અને ગાંધીજીએ એકબીજા પર અમીટ છાપ છોડી હતી. મોદીએ બંને રાષ્ટ્રોને ગાંધીજી અને ટોલ્સટોયની મિત્રતામાંથી પ્રેરણા લઈને દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા હાકલ કરી હતી.

બંને રાષ્ટ્રો એક બીજાના વિકાસમાં વધુ મોટા હિસ્સેદાર બની શકે છે. બંને દેશોએ તેમના ક્ષેત્રો અને વિશ્વના ભાવીને સિૃથર અને સલામત બનાવવા માટે સંયુક્તપણે કામ કરવું જોઈએ. પીએમે ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં બાય-બાયની જગ્યાએ આવજો કહેવામાં આવે છે, અહીં કહે છે દસ્વિદાનિયા જેનો આૃર્થ છે જલ્દી ફરી મળીશું.

બંને દેશોના સંબંધો અંગે વાત કરી.

ઈઈએફની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મને પ્રમુખ પુતિન સાથે રશિયાની પ્રતિભા જાણવાની તક મળી, જેણે મને ખૂબ જ પ્રભાવિત કરી છે. ભારત અને પૂર્વીય ભાગના સંબંધો ખૂબ જ જૂના છે. ભારત પહેલો દેશ છે જેણે વ્લાદિવોસ્તોકમાં તેનું દૂતાવાસ ખોલ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સોવિયેત રશિયાના સમયે પણ ભારત-રશિયાના સંબંધો મજબૂત હતા. વ્લાદિવોસ્તોક બંને દેશો માટે એક મહત્વનું સૃથળ બન્યું છે. ભારતે અહીં એનર્જી સેક્ટર અને બીજા સંશાધનોમાં રોકાણ કર્યું છે.

મોદીજીએ ભારત માટે પોતાનું મિશન રજૂ કર્યું.

ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે વ્લાદિમિર પુતિનને રશિયાના આ ભાગ માટે ઘણો વધુ રસ છે, જે તેમની નીતિમાં જોવા મળે છે. ભારત રશિયા સાથે ખભે ખભો મિલાવી ચાલવા માગે છે.  ભારતમાં અમે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની સાથે 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરનું આૃર્થતંત્ર બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ.

રશિયા પર યુએસના પ્રતિબંધોની ભારત પર અસર નહીં: પ્રધાનમંત્રી મોદી

અમેરિકા દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની ઊર્જા અને સંરક્ષણ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મોસ્કો સાથે સહકાર વધારવા માટે ભારત પર કોઈ અસર પડી નથી. અમેરિકાના પ્રતિબંધોને અવગણીને ભારતીય કંપનીઓએ રશિયન ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં જ્યારે રશિયન કંપનીઓએ ઊર્જા, સંરક્ષણ અને ભારતમાં ટેક્નોલોજી ટ્રાન્સફરમાં રોકાણ કર્યું છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

અમેરિકાના પ્રતિબંધો બંને દેશોના સંબંધોમાં અવરોધરૂપ બન્યા નથી. ભારતીય કંપનીઓએ રશિયાના ઓઈલ અને ગેસ ક્ષેત્રોમાં 7 અબજ યુએસ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારતની ઓએનજીસી વિદેશે 2001માં રશિયાના પૂર્વીય પ્રદેશમાં સાખલિન-1 ઓઈલ એન્ડ ગેસ ફિલ્ડમાં 20 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

ઉપરાંત તેણે સાઈબેરિયામાં ઈમ્પેરિયલ એનર્જી ખરીદી હતી તેમજ વાનકોરમાં પણ હિસ્સો ખરીદ્યો હતો. આઈઓસીએ પણ પૂર્વીય સાઈબેરિયામાં તાસ-યુર્યાખ ઓઈલફિલ્ડમાં 29.9 ટકા હિસ્સો ખરીદ્યો છે. રશિયન ઓઈલ કંપની રોસનેફ્ટે 2017માં 12.9 અબજ ડોલરમાં એસ્સાર ઓઈલ ખરીદી હતી.

પેસિફિક સમુદ્રમાં ચીનને અંકુશમાં રાખવા ભારત-જાપાન સહકાર વધારશે.

પેસિફિક સમુદ્રમાં ચીનના વધતા લશ્કરી પ્રભાવને અંકુશમાં રાખવા માટે ભારત અને જાપાન વ્યૂહાત્મક ભારત-પેસિફિક પ્રદેશમાં પારસ્પરિક સહકાર વધારવા સંમત થયા છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ ગુરૂવારે આ સંદર્ભમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. જૂનમાં ઓસાકામાં જી20 સમિટ બાદ બંને નેતાઓ વચ્ચે આ બીજી બેઠક થઈ હતી, જેમાં તેમણે વેપાર, સાંસ્કૃતિક અને સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે સંમતિ વ્યક્ત કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે જાપાન સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવીને વૈશ્વિક ભાગીદારી મજબૂત કરાશે. પીએમ મોદી જાપાનના પીએમ આબેને મળ્યા હતા અને તેમણે આર્થિક, સંરક્ષણ અને સલામતી, સ્ટાર્ટ-અપ અને 5જી સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવા અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પેસિફિક સમુદ્રના પ્રદેશમાં ચીનનું લશ્કરી પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે ભારત, અમેરિકા અને જાપાન સહિત અનેક દેશોએ આ પ્રદેશમાં જહાજોના મુક્ત પરીવહન પર ભાર મૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *