વંદેભારત ટ્રેનને વારંવાર અકસ્માત નડતા લેવાયો મોટો નિર્ણય- હવે કરવામાં આવશે આ કામ

ગુજરાત(Gujarat): ઉદઘાટન બાદથી જ વંદેભારત ટ્રેન(Vandebharat Train) પાટા પર દોડાવવી મુશ્કેલ બની ગઈ છે. આ ટ્રેનને અત્યાર સુધી પાંચ અકસ્માત(Accident) નડ્યા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને અને ઢોરને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. આ કારણે વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે આ અકસ્માતોને રોકવા માટે રેલવે વિભાગ(Railway Department) દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અકસ્માત રોકવા માટે સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર(Metal crash barrier) લગાવવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, વંદે ભારત ટ્રેન સાથે વારંવાર પશુ અથડાવવાની ઘટનાઓને રોકવા રેલ્વે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવવામાં આવશે. 140 કરોડના ખર્ચે 170 કિમીના અંતરમાં રેલવે લાઈનની બંને બાજુ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા ડિવિઝન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મેટલ બેરિયરની કામગીરી માટે 15 કંપનીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા છે. 2023 માં આ કામ પૂરું કરવાનું આયોજન છે.

અત્રે ઉલ્લખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર અને મુંબઈ વચ્ચે ચાલનારી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા અને અપગ્રેડેડ વર્ઝનને 30 સપ્ટેમ્બરના રોજ લીલી ઝંડી દેખાડી ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. દેશમાં ચાલનારી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. મહત્વનું છે કે, આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ હાલ ટ્રેન 130 કિલોમીટરની ઝડપે ચાલી રહી છે.

મહત્વનું છે કે, PM મોદી દ્વારા તાજેતરમાં જ વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. ત્યારે આ જ ટ્રેનને રખડતા ઢોરોનો ત્રાસ નડ્યો છે. જેને કારણે ટ્રેનને પાટા પર દોડાવવી મુશ્કેલ બની હતી. દેશના 6 રૂટ પર દોડતી વંદે ભારત ટ્રેનને 6 મહીનામાં 68 પશુઓ સાથે અકસ્માત નડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *