આજે રાતે આ મહેલમાં રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, એક રાતનું ભાડું સાંભળી બેભાન થઇ જશો. જુઓ વિડીઓ

વિશ્વની મહાસત્તા અને સૌથી શક્તિશાળી દેશ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ ભારતના પ્રવાસે છે. આજની રાત તેઓ દિલ્હીમાં ખાતે વિતાવશે. અમદાવાદમાં ટ્રમ્પ કોઈ હોટલમાં રોકાણ નથી કરવાના પણ તેઓ મોટેરા સ્ટેડિયમના મોદી સાથેના અભિવાદન કાર્યક્રમ બાદ બપોરે 3.30 વાગે આગ્રા જવા માટે રવાના થવાના છે. ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જારેડ કુશનર સહિત 12 સભ્યોનું ડેલિગેશન સાથે અમદાવાદ આવતીકાલે સવારે 11.40 વાગે આવી પહોચ્યા હતા.

બપોરના સમય દરમ્યાન તેઓને ટી અને બ્રેક ફાસ્ટ સર્વ કરવામાં આવશે જેમાં બ્રોકોલિયનના અને અનેક પ્રકારના સમોસા, આઈસ ટી, ગ્રીન ટી, આદુ-મસાલા ટી, મલ્ટી ગ્રેઇન કૂકીઝ પિરસવામાં આવશે. ટ્રમ્પ અને તેના ડેલિગેશનને પીરસવામાં આવનાર તમામ આઈટમોને ખાસ અમેરિકાથી આવેલ ફૂડ એપ્રૂવલ સ્ટાફ મંજુર કરે તે પછી જ તે મેન્યુમાં સ્થાન પામી શકે છે.

મેલાનિયા ટ્રમ્પને ગુજરાતીની વાનગી ખમણ અંગે શેફે જણાવતા તેણે તેને પણ નાસ્તાની પ્લેટમાં સ્થાન આપવામાં રસ બતાવ્યો છે. ટ્રમ્પનો કાફલો નવી દિલ્હીમાં આઈટીસી મોર્ય હોટલના પ્રેસિડેન્શિયલ સ્વીટ (સ્યુટ) રાત્રિ રોકાણ કરશે. આ ગ્રાન્ડ પ્રેસિડેન્સિયલ સ્વીટ ખરેખર તો શાહી ભવન જેવા છે. જેમાં ડેકોર, ફર્નિચર, ઝૂમ્મરો, સ્પા, હોજ અને ઇન્ટિરિયર રાજાના મહેલ કરતા કમ નથી. સ્યુટની અંદર હવા પણ એ રીતે મોનિટર થાય છે કે જાણે કોઈ હવા ખાવાના સ્થળે ખુલ્લામાં બેઠા હો તેવી આહ્લાદક લાગે.

આ સ્યૂટની દિવાલો પણ પેઇન્ટિંગ, મિરર, બે મોટા બેડરૂમ, ટેરેસ, વિશાળ ડ્રોઇંગ રૂમ, બાથની સુવિધા, જીમ, રસોડુ, 12 સીટર ડાઇનિંગ એરિયા ધરાવતા ‘સ્યુટ’નું નામ ‘ચાણક્ય’ છે. સ્યુટ માટેની અલાયદી હાઈ સ્પિડ લિફ્ટ છે. કારનું પાર્કિંગ પણ ઉપરના મજલે આવેલ ‘સ્યુટ’માં જ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ કાર્ટર, ક્લીન્ટન, જ્યોર્જ બુશ પણ આ જ ‘સ્યુટ’માં રહી ચૂક્યા છે.

‘સ્યુટ’માં અદ્યતન ગેજેટ્સ અને ટેકનોલોજી પણ સામેલ છે. 55 ઇંચનું ટીવી, આઈપોડ ડોકીંગ સ્ટેશન, બિઝનેસ કોર્ટયાર્ડ, મીટિંગ માટેની લોન્જ, બોર્ડરૂમ પણ હોઈ ટ્રમ્પ ત્યાંથી વ્હાઇટ હાઉસની જેમ કામ કરી શકશે. ‘સ્યુટ’મા જ માઇક્રો બાયોલોજિકલ લેબોરેટરી છે જ્યાં મહાનુભાવોને પીરસાતુ ફૂડ ટેસ્ટ કરી શકાતું હોય છે. એર ક્વોલિટી વર્લ્ડ હેલ્થના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ હોટલને રાખવી પડે છે. ટ્રમ્પના આગમનને નજરમાં રાખીને આખી હોટલના 438 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પના કાફલા સીવાય હોટલમાં કોઇને ફરકવા દેવામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *