આવતીકાલે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. તે પહેલા પક્ષ પલટો કરેલા પોતાના નેતાઓને ઘરવાપસી કરાવીને આમ આદમી પાર્ટીએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે રાજકોટમાં પણ આમ આદમી પાર્ટી ને બલ્લે બલ્લે થવા જઈ રહી છે.
ગુજરાત સમાજ ની પાર્ટી માં દિવસેને દિવસે મજબૂતી આવતી જોઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજયગુરુ તેના વિશ્વાસુ નેતાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, એવા સમાચાર વહેતા થયા છે. જે સાંભળીને આમ આદમી પાર્ટીના નેતાઓ ખુશ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલે અમદાવાદમાં આયોજિત થયેલા રોડ શોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન રાજકોટ પૂર્વના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઇન્દ્રનીલ રાજયગુરુ એકસમયે ગુજરાતના ધારાસભ્યોમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર નેતા હતા. બીજી તરફ ઇન્દ્રનીલ રાજગુરુ આમ આદમી પાર્ટીને બોનસ આપતા હોય તેવી રીતે પોતાના વિશ્વાસુ પૂર્વ વિરોધ પક્ષ નેતા વશરામ સાગઠિયા અને હાલમાં રાજકોટ મનપામાં કોર્પોરેટરને પણ આમ આદમી પાર્ટીમાં લઈ જઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. જોકે આ બાબતે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઇન્દ્રનીલ રાજયગુરુ કોંગ્રેસમાં હાલમાં પ્રદેશ માળખામાં હોદ્દેદારો નિમાયા છે પરંતુ બે દિવસ અગાઉ જ તેમણે તેમના બોટાદના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે તે શક્યતા પ્રબળ બની છે. ૨૦૧૭ની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સામે તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દિવસેને દિવસે નબળી પડી રહી છે, પરંતુ નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ છોડી રહેલા નેતાઓ કોંગ્રેસ પકડી રાખે છે કે અન્ય હોળીમાં સવાર થઈને પોતાની રાજકીય નૈયા કિનારે લાવવા પ્રયાસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.