સાતમ આઠમ નિમિત્તે છ દિવસ તેલ બજારમાં તમામ વ્યવહારો બંધ રહ્યા હતા. ત્યાર બાદ આજે તેલનો ધંધો ફરી ધમધમતો થયો છે અને બજાર ખુલતાની સાથે જ સિંગતેલ વધીને રૂ.2540થી રૂ.2600ની સપાટીએ પહોંચી ગયો છે તો કપાસિયા તેલમાં આંશિક ઘટાડા સાથે રૂ.2495-2545ના ભાવ સ્થિર રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ઈતિહાસમાં પ્રથમ વખત તારીખ 7 ઓગષ્ટે કપાસિયાના ભાવ સિંગતેલ કરતા વધી ગયા હતા અને તારીખ 8 અને 9 ઓગષ્ટે બન્નેના ભાવ રૂ.2500 સમાન રહ્યા હતા. જેને કારણે ઘરેલુ વપરાશ માટે કપાસિયાને બદલે લોકો સિંગતેલ ખરીદવા માટેની નોબત આવી પડી હતી, વેપારી સૂત્રો અનુસાર કેટલીક હોટલ, રેસ્ટોરાંવાળા પણ એક સાથે સિંગતેલના ડબ્બાની ખરીદી કરવાની શરુઆત કરી દીધી હતી. જેના લીધે સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ગયા ત્રણ અઠવાડિયામાં રાજકોટમાં સિંગતેલમાં રૂ100ના વધારા સાથે રૂ 2600એ ભાવ પહોંચી ગયા છે. ત્યારે કપાસિયા તેલમાં રૂ.45નો વધારો થયો છે. જોવા જઈએ તો કપાસિયા અને સિંગતેલના ભાવ વચ્ચે રૂ.55નો ફરક જોવા મળી રહ્યો છે. જો સિંગતેલના ભાવ સતત વધતા જાય અને અગાઉ જેટલો વધુ ફેરફાર થાય તો ફરી એક વખત ફરસાણ, હોટલમાં કપાસિયાનો વપરાશ શરૂ થાય તેવું લાગી રહ્યું છે.
તાજેતરમાં ફરસાણનો ધંધો કરતા ધંધાર્થીઓએ કપાસિયા અને સિગતેલના ભાવમાં વધારો થતા પામોલીન તેલનો ઉપયોગ વધારી દીધો છે જેના ભાવ આજે રૂ.2035-2040 રહ્યા હતા. આયાતના પગલે બજાર ખુલતાની સાથે જ પામતેલના ભાવમાં આજે રૂ.20નો ઘટાડો થયો છે. બજાર બંધ થઈ ત્યારે પામતેલનો ભાવ ગઈ તારીખ 26ના રોજ રૂ.2055-2060 રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.