આપણા દેશમાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. રોડ પર ખોટી દિશામાં વાહન ચલાવવું તેમજ લાલ લાઇટ ક્રોસ કરીને વાહન જવા દેવું મહાદેવ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે ગેરવર્તણૂક છે. જરાક વિચારો એવા પરિવારોની વિશે જેણે આવી ઘટનાઓમાં પોતાના પરિવારજનો નું મૃત્યુ થતું જોયું હોય. ઉત્તર પ્રદેશના નોઇડામાં રહેવાવાળા રાઘવેન્દ્ર કુમાર એક નવી યુક્તિ શોધી કાઢી છે.
જેમાં તે પુસ્તકો લઈને લોકોને હેલ્મેટ આપે છે. વર્ષ 2014માં રાઘવેન્દ્ર નો મિત્ર અને રૂમ પાર્ટનર કૃષ્ણકુમાર ઠાકોર નું એક એકસીડન્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. કૃષ્ણ બાઇક ઉપર જઇ રહ્યો હતો તે સમયે પાછળથી ટ્રક દ્વારા ટક્કર લાગી હતી. જેના કારણે માથામાં વાગ્યું હતું અને તેની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.પરંતુ તે સમયે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તે સમયે કૃષ્ણએ હેલ્મેટ પહેરીયું ન હતું.
ડોક્ટરોને રાઘવેન્દ્ર મળ્યા તે સમયે ડોક્ટરોએ જણાવ્યું કે, જો તમારા મિત્ર એ હેલ્મેટ પહેર્યું હોત તો તે બચી જાત. ત્યાર પછી રવિન્દ્ર નક્કી કર્યું કે, હવેથી દરેક લો અને હેલ્મેટ પહેરીને ગાડી ચલાવવા માટે મારે જ જાણ કરવી છે. તે સમયે રવિન્દ્ર એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યો હતો. હેલ્મેટ ની કંપની પાસેથી મદદ માંગી ને તે દર શનિવાર અને રવિવારે અલગ અલગ જગ્યાએ જઈને હેલ્મેટ નું વિતરણ કરતા હતા.
ટ્રાફિક સિગ્નલ પસાર કરતી સમયે જે કોઈ વ્યકિત અને હેલ્મેટ વિના જોવા મળે તે વ્યક્તિને મફતમાં હેલ્મેટ દેતા હતા. અને સાથે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની પણ સલાહ આપતા હતા. આવી રીતે કદાચ રાઘવેન્દ્ર 20450 હેલ્મેટ નું વિતરણ કરતા હતા. ત્યાર પછી ફરી એકવાર કૃષ્ણના ઘરે ગયો હતો.તે સમયે તેના બાળકને પુસ્તકો લાવીને આપ્યા હતા. જેના કારણે કૃષ્ણનો બાળક આખી શું માં પહેલો નંબર લાવ્યો. એક વર્ષ પછી ફરી કૃષ્ણની માતાએ રવિન્દ્ર અને ફોન કરીને જણાવ્યું કે, તમે આપેલ પુસ્તકના કારણે આજે મારો બાળક આખી સ્કૂલમાં પહેલા નંબર લાવ્યો છે.
ત્યાર પછી રાઘવેન્દ્ર ને એક નવો વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે, હવે પુસ્તકો લઇને હેલ્મેટ નું વિતરણ કરવું છે. જેના કારણે જુના પુસ્તકો થી જરૂરીયાત મંદ બાળકો પોતાનું ભણતર પૂર્ણ કરી શકે. અત્યાર સુધીમાં દેશના કુલ 23 શહેરોમાં આ અભ્યાન શરૂ કરવામાં આવી ચુક્યું છે. લોકો 10 પુસ્તક આપીને હેલ્મેટ લઈ જાય છે. હાલમાં તેની સાથે ૨૦૦ થી પણ વધુ લોકો જોડાયેલા છે. અને અલગ અલગ શહેરોમાં પુસ્તક લઈને હેલ્મેટ આપવાનું કાર્ય કરી રહ્યા છે. આવી રીતે રાઘવેન્દ્ર દરેક લોકો સુધી હેલ્મેટ પહોંચાડવા માંગે છે