તૈયાર કરાયું દુનિયાનું સૌથી નાનું લેપટોપ, ફક્ત 1 ઈંચની છે સ્ક્રીન

123
TrishulNews.com

દુનિયાનું સૌથી નાનું લેપટોપ તૈયાર કરવામાં આવ્યુ છે. જેની સ્ક્રીન ફક્ત 1 ઈંચની જ છે. આ Think Tiny નામનું સૌથી નાના લેપટોપને પોલ ક્લિન્ગર નામના વ્યક્તિએ બનાવ્યુ છે. તેમણે આને લીનોવો થિંકપેડ લેપટોપનું સૌથી નાનું રૂપ ગણાવ્યુ છે.

આમાં 0.96 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના કિબોર્ડની વચ્ચે ટ્રેકપોઈન્ટ સ્ટાઈલ કર્સર કંટ્રોલર લગાવવામાં આવ્યુ છે. આ મિની લેપટોપ એટલું નાનુ છેકે તે તમારી હથેળીનાં નાના હિસ્સામાં સરળતાથી આવી જશે.

લેપટોપમાં રમી શકશો ગેમ્સ

આ નાના લેપટોપમાં ATtiny 1614 મિની કંટ્રોલર આપવામાં આવ્યુ છે. મિની લેપટોપમાં 300 mAhની બેટરી લગાવેલી છે જેને ચાર્જ કરી શકાય છે. ખાસવાત એછેકે, આ મિની લેપટોપમાં તમે ગેમ રમી શકે છે. એટલેકે તેમાં સ્કેન, લુનર લેન્ડર અને ટેટ્રિસ જેવા ગેમ્સને સરળતાથી રમી શકાશે.

તૈયાર કરવામાં લાગ્યો 1 સપ્તાહનો સમય

ક્લિન્ગરને મિની લેપટોપ ThinkTiny બનાવવા માટે લગભગ 1 સપ્તાહનો સમય લાગ્યો હતો. આ મિની લેપટોપના કંપોન્ટટ્સ પર ક્લિન્ગરે લગભગ 70 ડોલર (લગભગ 4,900 રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે કસ્ટમ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર 15 ડોલર (લગભગ 1000 રૂપિયા) અલગ ખર્ચ કરવામાં આવ્યા છે.

Loading...

Loading...